રિલાન્સના આ નિર્ણયથી હજી સસ્તું થશે Jio, ગ્રાહકોને મળશે સૌથી વધુ ઇન્ટરનેટ સ્પીડ
એડલવાઇઝ સિક્યોરિટીના સીનિયર વાઇસ પ્રેસીડન્ટ અબનીશ રોયનું કહેવું છે કે આ ડિલથી બંને કંપનીઓને ફાયદો થશે, આ ડિલની મદદથી રિલાયન્સ જિઓ પોતાની પહોંચ લોકલ કેબલ નેટવર્ક્સમાં વધારી શકશે. સાથે જ કંપનીના બેલેન્સશીટમાં ઝડપથી ગ્રોથ આવશે. જેનાથી ગ્રાહકોને સસ્તુ અને ઝડપી ઇન્ટરનેટ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેથવેના બોર્ડે રિલાયન્સ જિઓને પ્રેફ્રેંશયલ ઇશ્યું (પ્રફરન્શિયલ શેર) જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે. કંપની જિઓને 90.8 કરોડ શેર 32.35 રૂપિયાના ભાવ પર જારી કરશે. તો ડેન નેટવર્ક્સ 28.1 કરોડ શેર જિઓને 72.66 રૂપિયાના ભાવ પર જારી કરશે. રિલાયન્સ ડેનમાં કુલ 66.01 ટકા હિસ્સો ખરીદશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગઈકાલે જાહેરાત કરી કે કંપની ડેન નેટવર્ક્સ લિમિટેડ અને હૈથવે કેબલ એન્ટ ડેટાકોમ લિમિટેડમાં મેજોરિટી હિસ્સો ખરીદશે. તેના માટે કુલ 5230 કરોડ રૂપિયા ચૂકવશે કંપની. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ ડીલ માટે સેબીના નિયમો અનુસાર પ્રેફરન્શિયલ શેર દ્વારા 2045 કરોડ રૂપિયાનું શરૂઆતમાં રોકાણ કરશે. ઉપરાંત ડેન નેટવર્ક્સમાં હાલના પ્રમોટર્સ પાસેથી 2045 કરોડ રૂપિયામાં 66 ટકા હિસ્સો ખરીદશે. આ નિર્ણયથી રિલાયન્સ જિઓને પોતાના બ્રોડબેન્ડ નેટવર્કની કવરેજ ઝડપથી વધારવામાં મદદ મળશે. હેથવે પર રહેજા ગ્રૂપનો કંટ્રોલ છે, તો ડેનમાં સમીર મનચંદાનો મોટો ભાગ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -