72 વર્ષમાં રૂપિયો પ્રથમ વખત 70ને કરી ગયો પાર, છતાં સરકાર કહે છે ચિંતાની નથી વાત, જાણો કેમ
આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે રૂપિયામાં ચાલુ રહેલા ઐતિહાસિક ઘટાડા પર સરકારનો પક્ષ રાખતાં કહ્યું, હાલ સ્થિતિ ચિંતાજનક નથી. આ ઘટાડો બાહ્ય કારણોથી થઈ રહ્યો છે. તેમાં આગળ જતાં સુધારાની આશા છે.
રૂપિયો ગબડવાનું કારણ અમેરિકા અને તુર્કીની વચ્ચે ચાલી રહેલ ટ્રેડ ઓવરની અસરને માનવામાં આવે છે. હાલમાં જ અમેરિકાએ તુર્કી સાથે પોતાના બગડતા સંબંધોની વચ્ચે નવી ટેક્સ નીતિની જાહેરાત કરી છે. અમેરિકાની નવી નીતિ અનુસાર તુર્કી માટે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર લાગતો ટેક્સ બે ગણો કરવામાં આવ્યો છે. એલ્યુમિનિયમ પર હવે તુર્કીને 20 ટકા અને સ્ટીલ પર 50 ટકા ટેક્સ આપવો પડશે.
ડોલર સામે રૂપિયો નબળો પડવાથી મોંઘવારી વધી શકે છે. ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. બેંકોમાંથી લોન લેવી મોંઘી પડી શકે છે. વિદેશ ફરવા કે અભ્યાસ માટે જતાં લોકોનો ખર્ચ વધી જશે.
ચાલુ વર્ષે રૂપિયો 10 ટકા સુધી તૂટી ચુક્યો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી લઈ ડોલર સામે રૂપિયો અત્યાર સુધી 164 પૈસા તૂટી ચુક્યો છે છતાં સરકાર ‘સબ સલામત’નો રાગ આલાપી રહી છે.
નવી દિલ્હીઃ મંગળવારે ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 70ને પાર કરી ગયો. 1947થી લઈ અત્યાર સુધી રૂપિયાનો સૌથી મોટો ઘટાડો છે. તુર્કીની મુદ્રા લીરામાં ઘટાડાની અસર મંગળવારે ભારતીય રૂપિયા પર પણ જોવા મળી.