SBI ગ્રાહકો થઈ જાઓ સાવધાન, 31 ડિસેમ્બર પહેલા કરી લો આ કામ નહીં તો વધી જશે મુશ્કેલી
બેંક તરફથી ટ્વીટર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, જૂના એટીએમ કાર્ડ બદલીને તેના સ્થાને ઈવીએમ ચિપવાળા ડેબિટ કાર્ડ બહાર પાડી દીધા છે. નવા કાર્ડ માટે તમે ઓનલાઇન એપ્લાય કરી શકો છો. આ ઉપરાંત, બેંકની બ્રાન્ચમાં જઈને એપ્લાય કરવાનો પણ વિકલ્પ છે. આપને જણાવી દઈએ કે બેંકે ફેબ્રુઆરી 2017થી જૂના કાર્ડ બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2018થી તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેંક મુજબ, મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ હવે જૂની ટેક્નોલોજી થઈ ચૂકી છે. એવા કાર્ડ બનવા હવે બંધ થઈ ચૂક્યા છે, કારણ કે તે કાર્ડ સમગ્રપણે સુરક્ષિત નહોતા, જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. હવે તેના સ્થાને ઈએમવી ચિપ કાર્ડને તૈયાર કરવામાં આવ્યા છે. તમામ જૂના કાર્ડને નવા ચિપ કાર્ડથી બદલવામાં આવશે.
આપને જણાવી દઈએ કે જો તમે કાર્ડ બદલશો નહીં તો તમે જૂના કાર્ડથી કોઈ પણ કામ નહીં કરી શકો, કારણ કે બેંકોની એટીએમ મશીનો તમારા કાર્ડને સ્વીકારશે જ નહીં.
નવી દિલ્હીઃ SBIએ ફરી એક વખત ગ્રાહકોને 31 ડિસેમ્બરની ડેડલાઈન યાદ અપાવી છે. આ ડેડલાઈન મેગ્નેટિક સ્ટ્રાઈપ ડેબિટ કાર્ડને ઈએમવી ચિપ ડેબિટ કાર્ડમાં બદલવા માટની છે. એસબીઆઈએ ટ્વિટ કરીને ગ્રાહકોને અપીલ કરી છે કે પોતાના મેગ્નેટિક સ્ટ્રાઈપ ડેબિટ કાર્ડ 31 ડિસેમ્બર પહેલા ઈએમવી ચિપ ડેબિટ કાર્ડ સાથે બદલી લો. બેંક આ કામ ફ્રીમાં કરી આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -