ડિજિટલ પેમેન્ટ માટે રિલાયન્સ જિઓ અને SBIએ મિલાવ્યા હાથ, કસ્ટમરને શું થશે ફાયદો?
SBI, Jio સાથે તેના એક મુખ્ય પાર્ટનર તરીકે જોડાશે. આ નેટવર્ક અને ક્નેક્ટિવિટી સોલ્યૂસન્સ ડિઝાઇન કરશે અને તેને ઉપલબ્ધ કરાવશે. શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં જિઓ હાઇએસ્ટ ક્વોલિટી નેટવર્ક SBIને વીડિયો બેન્કિંગ અને અન્ય ઓન ડિમાંડ સર્વિસ લોન્ચ કરવાની સુવિધા પણ આપશે, આ સિવાય SBI કસ્ટમર્સ માટે જિઓ ફોન્સ સ્પેશિયલ ઓફર્સ પણ ઉપલબ્ધ કરાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓ પેમેન્ટ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે મળીને ડિઝિટલ બેંકિંગની શરૂઆત કરશે. આ ડિલ પ્રમાણે રિલાયન્સ જિઓની મોબાઇલ એપ્લિકેશન માય જિઓ પર હવે નાણાકીય સર્વિસ પણ ઉબલબ્ધ કરાવશે.
મુંબઈઃ ડિજિટલ પેમેન્ટની દિશામાં મોટું પગલું લેતા દેશની સૌથી મોટી બેંક અને રિલાયન્સ જિઓએ પોતાની ભાગીદારીનું વિસ્તરણ કર્યું છે. તેનાથી દેશની સૌથી મોટી બેંકને ડિજિટલ ગ્રાહકોની સંખ્યા અનેક ગણી વધારવામાં મદદ મળશે. બન્ને પહેલેથી જ પેમેન્ટ બેંક પ્રોજેક્ટમાં પાર્ટનર છે.
SBIએ જણાવ્યું કે MYjio એપ્લિકેશન ભારતની સૌથી મોટી ઓવર ધ ટોપ મોબાઇલ એપ્લિકેશન છે. જેનો ફાયદો હવે એસબીઆઇના કસ્ટમરને થશે. રિલાયન્સ જિઓ અને એસબીઆઇના કસ્ટમર્સને જિઓ પ્રાઇમથી ફાયદો થશે.
એસબીઆઇ અને જિઓ સાથે થયેલી ડિલ પ્રમાણે એસબીઆઇની YONO એપ્લિકેશન માય જિઓ સાથે ઇન્ટરગ્રેટ થશે, જેના કારણે SBIના કસ્ટમરના પ્રશ્નો સ્પેશિયલ કનેક્ટિવિટીની મદદથી ઉકેલમાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -