SBI એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હોમ અને કાર લોન થશે મોંઘી, જાણો વિગતે
SBI પહેલા ICICI બેંક અને HDFC બેંકે પણ પોતાના વ્યાજ દરોમાં વધારો કરી ચૂકી છે. 1 ડિસેમ્બરે ICICI બેંકે શોર્ટ ટર્મ MCLRને 0.1 ટકા વધાર્યો હતો. ત્યારબાદ બેંકની એક, ત્રણ અને 6 મહિનાની અવધીવાળી લોન MCLR ક્રમશ: 8.55 ટકા, 8.6 ટકા અને 8.75 ટકા થઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMCLRને માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ પણ કહે છે. જેમાં બેંક પોતાના ફંડની રોકાણના હિસાબે લોનના દર નક્કી કરે છે. આ બેંચર્માક દર હોય છે. તે વધવાથી તમારી બેંક પાસેથી લીધેલી હોમ અને કાર લોન મોંઘી થઈ જાય છે. આ વ્યવસ્થા 1 એપ્રિલ 2016થી બેંકિંગ સિસ્ટમમાં લાગુ થઈ છે. ઉલ્લેખનીય છે કે, SBIના 40 કરોડથી વધુ ગ્રાહકો છે.
SBIએ તમામ ટેનર્સ માટે MCLRને 0.05 ટકા વધાર્યો છે. આ વધારાની સાથે હવે SBIની 1 વર્ષની MCLR દર 8.5થી વધીને 8.55 ટકા થઈ ગઈ છે. બીજી તરફ, 2 વર્ષના MCLRના દર 8.6 ટકાથી વધી 8.65 ટકા થઈ ગયો છે. જ્યારે 3 વર્ષના MCLR હવે 0.05 ટકા વધી 8.75 ટકા થઈ ગયો છે.
દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક SBIએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, જેમની હોમ કે પછી કાર લોન ચાલી રહી છે. આ ઉપરાંત તેવા ગ્રાહકોની પણ મુશ્કેલી વધવાની છે જે લોન લેવાનું વિચારી રહ્યા છે. બેંકે પોતાના વ્યાજ દરોમાં 0.05 ટકાનો વધારો કરી દીધો છે. હવે SBIની લોન લેવી મોંઘી થઈ જશે, આ સાથે જ જેમણે પહેલાથી જ લોન લીધી છે તેમના EMI વધી જશે. આ દરો 10 ડિસેમ્બર 2018થી લાગુ થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -