ગ્રાહકોની એક ભૂલને કારણે SBIને થઈ કરોડોની કમાણી, જાણો કેવી રીતે....
આ પહેલાં જાન્યુઆરીમાં રિપોર્ટ આવ્યો હતો કે, ભારતીય સ્ટેટ બેંકે મિનિમમ બેલેન્સ ન રાખનારા ગ્રાહકોએ 1771 કરોડ રૂપિયા ચાર્જ તરીકે વસૂલ કર્યા છે. મિનિમમ બેલેન્સ તરીકે વસૂલવામાં આવેલો આ ચાર્જ SBIની બીજી ત્રીમાસીકે નેટ પ્રોફિટથી પણ વધુ છે. ગત નાણાકીય વર્ષથી જુલાઇ- સ્પટેમ્બર ત્રિમાસીકમાં SBIનો નેટ પ્રોફિટ 1,581.55 કરોડ રૂપિયા હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ પ્રમાણે, નાણાકિય વર્ષ 2017-18માં ફક્ત હસ્તાક્ષર નહી મળવાને કારણે ખાતેદારોનાં ખાતામાંથી 11.9 કરોડ રૂપિયા કાપવામાં આવ્યાં છે. આપને જણાવી દઇએ કે, ચેકની તપાસ ઘણી અલગ અલગ રીતે કરવામાં આવે છે જેમ કે ચેક પોસ્ટડેટેડ તો નથી ને. આ ઉપરાંત અંક અને અક્ષર સાચા છે સૌથી અંતમાં હસ્તાક્ષરની તપાસ થાય છે જે અંતિમ ગેટ છે.
અહેવાલ પ્રમાણે, એસબીઆઈએ ગત 40 મહિનામાં 24,70,000 લાખ ચેક પર સહી ન મળવાને કારણે પરત કર્યા છે. એક RTIનાં જવાબમાં બેંકે માન્યું છે કે, કોઇપણ ચેક રિટર્ન થાય તો બેંક 150 રૂપિયા ચાર્જ વસુલે છે અને તેનાં પર GST પણ લાગે છે. એટલે દરેક રિટર્ન ચેકનું પર ખાતેદારને 157 રૂપિયાનું નુકસાન થાય છે.
નવી દિલ્હીઃ ગ્રાહકોની એક ભૂલને કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કરોડોની કમાણી કરાવી આપી છે. ગ્રાહકો દ્વારા થઈ રહેલી નાની નાની ભૂલોને કારણે ખાતામાંથી રૂપિયા કપાઈ રહ્યા છે અને ગ્રાહકોને નુકસાન જઈ રહ્યું છે. અહેવાલ અનુસાર એસબીઆઈને ચેક પર ગ્રાહકની સહી મેચ ન થવાને કારણે વિતેલા 40 મહિનામાં 38.80 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. જણાવીએ કે, ચેક પર સહી મે ન થવાની સ્થિતિમાં બેંક ગ્રાહકના ખાતામાં કેટલીક રકમ કાપી લે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -