પતંજલિને પાછળ રાખી આ કંપની બની સૌથી મોટી ‘દેશભક્ત’ બ્રાન્ડ, જાણો વિગત
ફૂડ કેટેગરીમાં અમૂલ એક તૃતિયાંશ લોકોની પસંદ બનીને ટોચ પર રહી. જ્યારે રામદેવની પતંજલિ બ્રાન્ડ બીજા નંબર પર રહી. જોકે પર્સનલ કેર સ્પેસમાં પતંજલિ ટોચ પર રહી. અહીંયા તેણે ડાબર અને વિક્કો જેવી જૂની અને જાણીતી બ્રાન્ડને પાછળ રાખી. ટેલિકોમ સેક્ટરમાં બીએસએનએલ 41 ટકા લોકોની પસંદ સાથે મોખરે રહી. તેણે જિયો, વોડાફોનને પાછળ રાખ્યાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેક્ટર્સની વાત કરવામાં આવે તો નાણાકીય સેક્ટરને સૌથી વધારે દેશભક્ત ગણાવવામાં આવ્યું. તેમાં એસબીઆઈ અને લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી)ને લોકોએ સૌથી વધારે વોટ કર્યા. જે બાદ ઓટો, કન્ઝ્યૂમર ગુડ્સ, ફૂડ અને ટેલિકોમ સેક્ટર્સનો નંબર રહ્યો.
નાણાકીય સેક્ટરમાં એસબીઆઈ 47% વોટ સાથે ટોચ પર રહી. ઓટો સેક્ટરમાં ટાટા મોટર્સ 30% સાથે સૌથી પ્રથમ અને ભારત પેટ્રોલિયમ 13% અને મારુતિ સુઝુકી 11% સાથે ત્રીજા નંબર પર રહ્યા હતા.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સૌથી મોટી દેશભક્ત બ્રાન્ડ તરીકે પસંદ કરવામાં આવી છે. એસબીઆઈએ આ સ્થાન ટાટા મોટર્સ, પતંજલિ, રિલાયન્સ જિયો અને બીએસએનએલ જેવી અનેક જાણીતી કંપનીઓને પછાડીને હાંસલ કર્યું છે. યુકેની એક ઓનલાઇન માર્કેટ રિસર્ચ ડેટા એનાલિટિક્સ ફર્મ યુગવેએ આ અંગેને સર્વે કરાવ્યો હતો. જેમાં એસબીઆઈએ તમામને પાછળ રાખી હતી.
સર્વમાં 11 કેટેગરીમાં 152 બ્રાન્ડ્સ સામેલ હતી. 2 ઓગસ્ટથી 8 ઓગસ્ટ વચ્ચે થયેલા સર્વેમાં 1193 લોકોએ હિસ્સો લીધો હતો. તેમાં 16% લોકોએ SBI માટે વોટિંગ કર્યું હતું. બીજા નંબર પર ટાટા મોટર્સ અને પતંજલિ રહ્યા હતા. આ બંનેને 8% વોટ મળ્યા. રિલાયન્સ જિયો અને બીએસએનએલ 6% વોટ સાથે ત્રીજા નંબર પર રહ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -