Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સરકારી બેન્કની આ 70 શાખા ટુંક સમયમાં થઈ થશે બંધ, તમારું ખાતું પણ આ બેંક તો નથી ને....
ભારતીય સ્ટેટ બેન્કની 9 વિદેશી શાખા ખોટા છે, જ્યારે બેન્ક ઓફ ઈન્ડીયાની 8 અને બેન્ક ઓફ બરોડાની 7 શાખાઓ ખોટમાં છે. સરકારી બેન્કોની 31 જાન્યુઆરી 2018 સુધી, લગભગ 165 વિદેશી શાખાઓ સિવાય સબસિડીયર, સંયુક્ત સાહસ અને પ્રતિનિધિ કચેરીઓ છે. એસબીઆઈની સૌથી વધારે વિદેશી શાખા(52) છે, ત્યારબાદ બેન્ક ઓફ બરોડા(50) અને બેન્ક ઓફ ઈન્ડીયા(29) શાખા છે. સરકારી બેન્કોની સૌથી વધારે શાખાઓ બ્રિટન(32) અને ત્યારબાદ હોન્ગ કોન્ગ(13) અને સિંગાપોર(120)માં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોએ કહ્યું કે, આ ક્રમમાં સાર્વજનિક ક્ષેત્રની બેન્કની ચાલુ નાણાકીય વર્ષમાં 70 વિદેશી શાખાઓને બંધ કરવાનું અથવા તર્કસંગત બનાવવાની યોજના છે. ગત વર્ષે સરકારી બેન્કોએ 35 વિદેશી શાખાઓ બંધ કરી હતી. આંકડા અનુસાર, સાર્વજનિક બેન્કોની વિદેશમાં 159 શાખાઓ ચાલી રહી છે, જેમાંથી 41 શાખાઓ 2016-17માં ખોટમાં હતી.
નવી દિલ્હીઃ એસબીઆઈ સહિત દેશની 3 મોટી બેંક પોતાની 70 બ્રાન્ચ બંધ કરવાની તૈયારી કરી રહી છે. કહેવાય છે કે, આ વર્ષના અંત સુધી આ બ્રાન્ચ બંધ કરવામાં આવશે. બેંકે પોતાના ખર્ચને ઘટાડવાના ઉદ્દેશતી આ નિર્ણય કર્યો છે. તમને જણાવીએ કે, આ બેંકોની 70 વિદેશી શાખાઓ સામેલ છે. સૂત્રોએ કહ્યું કે, અવ્યવાહિરક વિદેશી બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે બેંકે એક જ શહેર અથવા આસપાસના સ્થળમાં આવેલ અનેક શાખાઓને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -