1 જૂનથી બદલાઈ રહ્યા છે SBIના આ નિયમ, મોંઘી થશે આ સેવાઓ
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ફરીથી સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. સર્વિસક ચાર્જને લઈને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા નિયમ 1 જૂનથી લાગુ થઈ રહ્યા છે. તેનાથી એસબીઆઈની સેવાઓ માટે તમારે વધારે ચૂકવણી કરવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત બેસિક સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ પર મળનારા ડેબિટ કાર્ડ પર પણ ચાર્જ લેવાની તૈયારી કરી રહી છે. એક જૂનથી બેંક માત્ર રૂપે ડેબિટ કાર્ડ ફ્રીમાં ઈશ્યૂ કરશે. જ્યારે માસ્ટર અને વીઝા કાર્ડ ઈશ્યૂ કરવા પર બેંક ચાર્જ લગાવશે.
બેંક ફાટેલી અને જૂની નોટ માટે 2થી 5 રૂપિયા ચાર્જ વસુલશે. આ ચાર્જ 20થી વધારે નોટ અને તેની વેલ્યૂ 5000 રૂપિયાથી વધારે હોવા પર લેવામાં આવશે. જો કોઈ ગ્રાહક ફાટેલી 20 જેટલી નોટ જેની વેલ્યૂ 5000 રૂપિયાથી ઓછી હશે તેને એક્સચેન્જ કરાવતા સમયે કોઈ ચાર્જ નહીં આપવો પડે. તેનાથી વધારે હોવા પર નોટ માટે 2 રૂપિયા ચાર્જ આપવો પડશે, જેના પર સર્વિસ ટેક્સ અલગથી લાગશે.
ઉપરાંત બેંક પોતાની બેસિંક સેવિંગ ખાતાધારકો માટે સર્વિસ ચાર્જમાં નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જે અંતર્ગત ફ્રી કેશ ઉપાડ મર્યાદા 4 રહેશે, જેમાં એટીએમથી કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શન પણ સામેલ હશે. એટલે કે કોઈ ગ્રાહક 4થી વધારે વખત બ્રાન્ચ અને એટીએમથી રોકડ ઉપાડ કરે છે તો તેને એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. દરેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા આપવાના રહેશે, જેના પર અલગથી સર્વિસ ટેક્સ લેવામાં આવશે.
તેવી જ રીતે એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન એસબીઆઈના એટીએમથી કરવામાં આવશે તો તેના પર 10 રૂપિયા પ્રિત ટ્રાન્ઝેક્શનવ ચાર્જ લાગશે. ઉપરાંત સર્વિસ ટેક્સ અલગથી ચુકવવો પડશે. જ્યારે અન્ય બેંકના એટીએમથી એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે તો 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન આપવો પડશે ઉપરાંત સર્વિસ ટેક્સ પણ ચુકવવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -