SBI ગ્રાહકો ધ્યાન આપો! 30 નવેમ્બરથી બેંકની આ સેવા થઈ રહી છે બંધ
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઇન્ડિયા હાલમાં પોતાની બેન્કિંગ સિસ્ટમમાં સતત ફેરફાર કરી રહી છે. વિતેલા દિવસોમાં એસબીઆઈ તરફતી નોટિફિકેશન જારી કરીને ગ્રાહકોને કહેવામાં આવ્યું કે, જે ગ્રાહકે પોતાના મોબાઈલ નંબર બેંક સાથે રજિસ્ટર કરાવ્યા નથી તેની ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા બંધ કરવામાં આવશે. ઉપરાંત બેંકે એટીએમથી રોકડ ઉપાડની મર્યાદા પણ ઘટાડી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે હવે બેંક વધુ એક સેવા બંધ કરવા જઈ રહી છે. જો તમે એસબીઆઈના મોબાઈલ વોલેટમાં પૈસા જમા કરાવ્યા છે તો જલ્દી કાઢી લેજો. SBI પોતાની ખાસ મોબાઈલ વોલેટ SBI Buddyને બંધ કરવાની છે. SBIએ આ વિશે પોતાના ગ્રાહકોને પહેલેથી જ જાણકારી આપી દીધી છે. બેન્કનું કહેવું છે કે તે મોબાઈલ વોલેટને બંધ કરી રહ્યું છે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે જે ખાતામાં બેલેન્સ છે, બેન્ક તેને ક્યારે બંધ કરશે. બેન્કે પોતાની સત્તાવાર વેબસાઇટ દ્વારા લોકોને જાણ કરી છે કે 30 નવેમ્બર સુધી મોબાઇલ વોલેટ SBI Buddy ઠપ થઈ જશે.
2015માં SBIએ 13 ભાષામાં મોબાઈલ વોલેટ SBI Buddyને લોન્ચ કરી હતી. જેમાં માસ્ટરકાર્ડ સર્વિસ પ્રોવાઇડર જ્યારે Accenture ટેકનિક પાર્ટનર હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -