ટૂંક સમયમાં મોબાઈલ એપ દ્વારા PFના રૂપિયા ઉપાડી શકાશે, EPFO કરી રહ્યું છે આ તૈયારી
લેબર મિનિસ્ટરે જણાવ્યું કે, ઇપીએફઓએ ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ, પૂણેને ટેકનિકલ કન્સલ્ટન્ટ તરીકે જોડી છે. તે ઉપરાંત ઇપીએફઓ પોતાના ત્રણ સેન્ટ્રલ ડેટા સેન્ટર્સ દિલ્હી, ગુડગાંવ અને સિકંદરાબાદમાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ લગાવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની પહેલા સેન્ટ્રલ પીએફ કમિશ્નરે જણાવ્યું હતું કે ઇપીએફઓ મેથી ઓનલાઇન ક્લેમ સેટલમેન્ટ સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇપીએફઓનું ટાર્ગેટ સભ્યોને ઓનલાઇન એપ્લાય કરીને 3 કલાકની અંદર ક્લેમ સેટલમેન્ટ કરવાનું છે.
ઇપીએફઓના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 123 ફીલ્ડ ઓફિસમાં 110 ઓફિસ પહેલાથી સેન્ટ્રલ સર્વર સાથે જોડાઇ ચૂકી છે. ઓનલાઇન ક્લેમ સેટલમેન્ટ કરવાની ફેસિલિટી શરૂ કરતા પહેલા તમામ ફીલ્ડ ઓફિસ સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટ થાય તે જરૂરી છે.
લેબર મિનિસ્ટર બંડારુ દતાત્રેયે જણાવ્યું કે ન્યુ એજ ગવર્નન્સ માટે એપ્લિકેશનને યુનિફાઇડ મોબાઇલ એપ સાથે જોડવામાં આવશે. જોકે, મોબાઇલ એપ્લિકેશન મારફત ક્લેમ સેટલમેન્ટ શરૂ કરવા માટે કોઇ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ઇપીએફઓને વર્ષે 1 કરોડ જેટલી અરજીઓ પીએફ ઉપાડવા, પેન્શન ફિક્સ કરવા કે ગ્રુપ ઇન્સ્યોરન્સ બેનિફિટ સેટલમેન્ટ માટે મળે છે. આ સેટલમેન્ટ અત્યારે મેન્યુઅલ થાય છે.
નવી દિલ્હીઃ ટૂંકમાં જ તમે મોબાઈલ એપ દ્વારા તમારી પીએફની રકમ ઉપાડી શકશો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગટન (ઈપીએફઓ) ટૂંકમાં જ મોબાઈલ એપ ઉમંગ દ્વારા ક્લેમ સેટલ કરવાની તૈયારી કરી રહી છે. શ્રમ પ્રધાન બંડારૂ દત્તાત્રેયે સોમવારે લોકસભામાં જણાવ્યું કે, ઈપીએફઓ પીએફ ક્લેમની એપ્લીકેશન ઓનલાઈન રિસીવ કરવા માટે ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ ડેવલપ કરી રહી છે. તેનાથી અંદાજે 4 કરોડ ખાતાધારકોને ફાયદો થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -