શાહરૂખ ખાને લોન્ચ કરી હ્યુન્ડાઈની નવી સેન્ટ્રો, પ્રારંભિક કિંમત 4 લાખથી પણ ઓછી, જાણો ફીચર્સ
નવી સેન્ટ્રોમાં મજબૂતી માટે 63% હાઇ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2018 હ્યુન્ડાઈ સેન્ટ્રો કારને ગ્રાંડ i10 અને ઇયોન વચ્ચેના સેગમેન્ટમાં ઉતારવામાં આવી રહી છે. ABS અને ડ્રાઇવર એર બેગ તમામ વેરિયન્ટ્સમાં સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છ. ટોપ મોડલમાં ડ્રાઇવરની સાથે પેસેન્જર એરબેગ પણ આપવામાં આવી છે.
નવી સેન્ટ્રોમાં સેગમેન્ટ ફર્સ્ટ ફીચર તરીકે રિયરમાં AC વેંટસ પણ આપવામાં આવ્યા છે. અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો કારમાં સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ, રિયર વાઇપર, વાશર, ડિફોગર અને તમામ સીટ માટે ફિક્સ્ડ હેડ રેસ્ટ આપવામાં આવ્યા છે.
તેમાં સેગમેન્ટ ફર્સ્ટ 6.5 ઈંચ ટચ સ્ક્રીન ઓડિયો વીડિયો સિસ્ટમ આપવામાં આવી છે. આ મલ્ટી મીડિયા સિસ્ટમમાં એન્ડ્રોઈડ ઓટો, એપર કારપ્લે તથા વોઇસ રિકોગ્નશન અને મિરર લિંકનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ કારના ટોપ વરિયન્ટમાં રિવર્સ કેમેરો પણ આપવામાં આવ્યો છે.
હ્યુન્ડાઈએ નવી સેન્ટ્રો કારમાં મોર્ડન સ્ટાઇલ અપનાવી છે. તેની લંબાઈ 3610 mm અને વ્હીલબેસને પહેલા કરતાં પણ વધારે સારું બનાવાયું છું. જૂની સેન્ટ્રોની તુલનામાં નવી કારની લંબાઈ 45 mm વધારે છે. હ્યુન્ડાઈ ઈન્ડિયાએ આ કારમાં નવી ટેક્નોલોજી પણ આપી છે.
શાહરૂખે આ પ્રસંગે જણાવ્યું કે, 2014માં જ્યારે આ કારને રિટાયર કરવામાં આવી ત્યારે મને ઘણું દુઃખ પહોંચ્યું હતું. પરંતુ આજે હું કહીંશ કે મારી સેન્ટ્રો પરત ફરી છે. હ્યુન્ડાઇ કંપનીએ 23 સપ્ટેમ્બર 1998ના રોજ સેન્ટ્રોને ભારતમાં લોન્ચ કરી હતી, ત્યારથી આ કાર ભારતમાં સૌથી સફળ રહી છે. જોકે 2014માં આ કારનું પ્રોડક્શન બંધ કરવામાં આવ્યું હતું.
નવી સેન્ટ્રોમાં 4 સિલિન્ડર 1.1 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ પેટ્રોલ એન્જિન 68 bhpનો પાવર અને 99 Nmનો ટોર્ક જનરેટ કરે છે. હ્યુન્ડાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્માર્ટ ઓટો AMT ટેકનોલોજીવાળી આ પ્રથમ કાર છે. આ ઉપરાંત નવી સેન્ટ્રો ફેક્ટ્રી ફીટ CNG ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. સીએનજી ઓપ્શન સાથે કારની માઈલેજ 20.3 kmpl અને તેનો પાવર આઉટપુટ 59 bhpનો છે.
નવી દિલ્હીઃ હ્યુન્ડાઈ મોટર્સ દ્વારા તેની લોકપ્રિય કાર સેન્ટ્રોને ફરી ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને આ કારને લોન્ચ કરી હતી. આ કારની પ્રારંભિક કિંમત 3.89 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) રાખવામાં આવી છે.