શક્તિકાંત દાસ બન્યા RBIના નવા ગવર્નર, નોટબંધીના હતા પક્ષમાં
કેન્દ્રીય આર્થિક મામલાના સચિવ તરીકેના કાર્યકળ દરમિયાન શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકો પૈકીના એક માનવામાં આવતા હતા. તાજેતરમાં જ તેઓ પીએમ મોદી સાથે જી-20 સમિટમાં ભાગ લેવા આર્જેન્ટીના ગયા હતા. નોટબંધી બાદ તેઓ સતત મોદી સરકારની તરફેણ કરતા હતા.
26 ફેબ્રુઆરી, 1957ના રોજ જન્મેલા 61 વર્ષીય શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના 1980 બેચના આઈપીએસ છે. તેમણે આ પહેલા તમિલનાડુ સરકાર અને કેન્દ્ર સરકાર સાથે કામ કર્યું છે. તેમણે ભારતના આર્થિક મામલાના સચિવ, રેવન્યૂ સચિવ અને ફર્ટિલાઇઝર સચિવ તરીકે પણ કામ કર્યું છે.
નવી દિલ્હીઃ આરબીઆઈના ગવર્નર પદેથી રઘુરામ રાજને સોમવારે રાજીનામું આપ્યા બાદ આજે નવા ગવર્નરની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ નાણા સચિવ અને હાલમાં નાણા આયોગના સભ્ય શક્તિકાંત દાસની નવા ગવર્નર તરીકે વરણી કરવામાં આવી છે. નોટબંધીનો ફેંસલો લેવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ ફેંસલાનો ડ્રાફ્ટ બનાવનારામાં દાસ પણ સામેલ હતા.