SBI ગ્રાહકો હવે ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન કરી શકશે, શરતોનું કરવું પડશે પાલન, જાણો
આરબીઆઈએ એસબીઆઈને આ નિર્દેશ આપ્યો છે કે, તે પોતાના ગ્રાહકો પ્રતિ મહિને એક નિશ્ચિત સંખ્યામાં ફ્રી એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવે. એસબીઆઈએ 31 ઓક્ટોબરથી એટીએમમાંથી રોજ પૈસા કાઢવાની લિમીટ 40 હજારથી ઘટાડી 20 હજાર કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેટ્રો સીટીના ખાતાધારકોને 8 ફ્રી એટીએમ ટ્રાંજેક્શનની સુવિધા દર મહિને મળે છે. આમાં 5 ટ્રાંજેક્શન એસબીઆઈ એટીએમ અને 3 ટ્રાંજેક્શન બીજી બેન્કોના એટીએમમાંથી કરી શકો છો. જ્યારે નોન-મેટ્રો સીટીના ખાતાધરકો માટે આ લિમીટ 10 ફ્રી ટ્રાંજેક્શન પ્રતિ મહિને છે. આ લિમીટ પાર થવા પર 5 રૂપિયા (જીએસટી પ્લસ)થી લઈ 20 રૂપિયા (જીએસટી પ્લસ)નો ચાર્જ આપવો પડે છે. 25 હજાર રૂપિયા મંથલી એવરેજથી બેલેન્સ સમતોલ રાખવાવાળા એસબીઆઈ ગ્રાહકોને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગ્રુપના કોઈ પણ એટીએમમાંથી પ્રતિ મહિને 10 ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા મળે છે.
નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના ગ્રાહકો હવે ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાંજેક્શન કરી શકે છે. અત્યાર સુધીમાં ગ્રાહકોને સિમીત સંખ્યામાં ATMમાંથી ટ્રાન્જેક્શન ફ્રી હતું. જોકે, અનલીમિટેડ ફ્રી ટ્રાંજેક્શનનો લાભ લેવા માટે ગ્રાહકે બેન્કની કેટલીક શરતોનું પણ પાલન કરવું પડશે. જેના માટે ગ્રાહકે ખાતામાં મિનીમમ બેલેન્સ રાખવું પડશે. જો તમે અનલિમીટેડ ફ્રી એટીએમ ટ્રાંજેક્શનનો લાભ લેવા માંગતા હોય તો, તમારા એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ 1 લાખ રૂપિયા રકમ રાખવી પડશે. ત્યારે જ તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગ્રુપ એટીએમમાંથી અનલિમીટેડ ફ્રી ટ્રાંજેક્શન કરી શકશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -