SBIએ નોંધાવી 4,876 કરોડ રૂપિયાની જંગી ખોટ
બીએસઈને અપાયેલી જાણકારીમાં એસબીઆઈએ જણાવ્યું કે, તેણે 1 નવેમ્બર 2017થી લાગુ નવી સેલેરી અંતર્ગત બાકી રકમ માટે 30 જૂન 2018 સુધીમાં 2,655.40 કરોડ રૂપિયાનું પ્રોવિઝનિંગ કર્યું હતું, જે માર્ચ ક્વાર્ટરમાં 1,659.41 કરોડ રૂપિયા હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી) તરફથી જે રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળવા પર બેંકે કેસ પર એપ્રિલ-જૂન 2018 દરમિયાન કાયદાકીય સલાહ માટે 1,952.94 કરોડ રૂપિયા ખર્ચ કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ જૂન ક્વાર્ટરમાં તગડું નુકસાન થયું છે. નફામાંથી બેંક ખોટમાં આવી ગઈ છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એસબીઆઈને 4,875.85 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીને 242 કરોડ નફો થવાની ધારણા હતા, પરંતુ અંદાજથી વિપરીત કંપનીને તગડી ખોટ નોંધાવી છે.
દેશની સૌથી મોટી સરકારી બેંકે ગત વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં 7,718.17 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જ્યારે એક વર્ષ પહેલા આ ત્રિમાસિકમાં જાન્યુઆરી-માર્ચ 2017 દરમિયાન તેને 2005.53 કરોડ રૂપિયાનો નફો થયો હતો. નાણાંકિય વર્ષ 2018ના ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં બેંકને 2,416.40 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એસબીઆઈને આ ખોટ પહેલી વખત થઈ હતી.
જૂન ક્વાર્ટરમાં એસબીઆઈને 21,798 કરોડ રૂપિયાની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ (ચોક્ખી વ્યાજની આવક) થઈ, જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 17,606 કરોડ રૂપિયા રહી હતી. એપ્રિલ-જૂન દરમિયાન બેંકની વ્યાજ શુદ્ધ આવક 7.1 ટકાની વધીને 58,813.18 કરોડ રૂપિયા રહી, જે ગત વર્ષે સમાન ગાળામાં 54,905.40 કરોડ રૂપિયા રહી હતી.
જૂન ક્વાર્ટર માટે બેંકે 19,228.26 કરોડ રૂપિયાનું પ્રોવિઝનિંગ કર્યું, જે માર્ચ ક્વાર્ટર માટે 28,096.07 કરોડ અને એક વર્ષ પહેલાના સમાન ગાળામાં 8,929.48 કરોડ રૂપિયા હતું. તો, ગ્રોસ નોન-પરર્ફોર્મિંગ એસેટ્સની વાત કરીએ તો જૂન ત્રિમાસિકમાં એ ઘટીને 5.29 ટકા પર આવી ગઈ, જે માર્ચ ક્વાર્ટરમાં 5.73 ટકા, જ્યારે ગત નાણાંકિય વર્ષના જૂન ત્રિમાસિકમાં 5.97 ટકા હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -