આ બિઝનેસમેન સાથે લંચ કરવા માટે ફેને ચૂકવ્યા અધધધ 22 કરોડ રૂપિયા
આ હરાજીથી ગ્લાઈડ ફાઉન્ડેશનના વાર્ષિક બે કરોડ ડૉલરના બજેટને મદદ મળશે. આ ફાઉન્ડેશન લાખો ગરીબો અને બેઘર લોકો માટે મફત ભોજન, આશ્રય, HIV અને હિપેટાઈટિસ તપાસ, કાર્ય તાલિમ, બાળકોની સારસંભાળ અને સ્કૂલ તથા ઈતર કાર્યક્રમોની સગવડ પૂરી પાડે છે. બફેટની પહેલી પત્ની સુસાને ગ્લાઈડ સાથે તેમનો પરિચય કરાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ 2012 અને 2016માં રેકોર્ડ 34,56,789 ડૉલર (23.15 કરોડ રૂપિયા)ની બોલી લાગી હતી. આ વખતેની હરાજીમાં માત્ર છ લોકોએ 136 બોલીઓ લગાવી. હરાજી શુક્રવાર રાત્રે ખતમ થઈ.
19 વર્ષના ઈતિહાસમાં બફેટ સાથે લંચ કરવા માટે લગાવાયેલી આ ત્રીજી સૌથી ઊંચી બોલી છે. તમને જણાવી દઈએ કે, બફેટ બર્કશર હેથવેના પ્રમુખ અને દુનિયાના સૌથી મોટી રોકાણકારની ઓળખ ધરાવે છે. અત્યારે તેઓ દુનિયાના ધનિકોમાં ત્રીજું સ્થાન ધરાવે છે.
આ બોલી ઈબે પર પાંચ દિવસની ઓનલાઈન હરાજીના અંતિમ સમયમાં લગાવવામાં આવી છે. બોલી લગાવવાની શરૂઆત વિતેલા રવિવારથી થઈ હતી. તેનાથી મળનારી રકમ ગ્લાઈડ ફાઉન્ડેશનના કામમાં આવશે, જે સાન ફ્રાન્સિસ્કોની એક સામાજીક કાર્ય કરતી સંસ્થા છે. આ ગરીબ અને બેઘરોને મદદ કરે છે.
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મોટા રોકાણકારમાં સામેલ એવા વોરેન બફેટ સાતે લંચ કરવા અનામી વ્યક્તિએ 33,00,100 (અંદાજે 22.10 કરોડ રૂપિયા)ની બોલી લગાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -