સુઝુકી એક્સેસ 125 સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત 55,589 રૂપિયા
સુઝુકી એક્સેસ 125માં 124 સીસી, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન લાગેલ છે જે 8.58 બીએચપનો પાવર અને 10.2Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં ટેલિસ્કોપિક ફોર્ક અને ડિસ્ક બ્રેક લગાવવામાં આવ્યા છે જ્યારે ડ્યુઅલ બ્રેકની સાથે આ સ્કૂટર ઓપ્શન ઓપ્શન તરીકે ઉપલબ્ધ છે. કંપનીના દાવા અનુસાર આ સ્કૂટર 64 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપે છે. સુઝુકીના આ સ્કૂટરની સ્પર્ધા હોન્ડા એક્ટિવા 125 અને વેસ્પા વીએક્સ સાથે છે.
સુઝુકીએ પોતાના જાણીતા સ્કૂટર એક્સેસ 125નું સ્પેશિયલ એડિસન ભારતીય બજારમાં ઉતાર્યું છે. સુઝુકી એક્સેસ 125 સ્પેશિયલ એડિશનની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 55,589 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્કૂટરના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ તેમાં નાના મોટા કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે.
સ્કૂટરના સ્પેશિયલ એડિશનમાં જે કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં ક્રોમ ફિનિસ રિયર વ્યૂ મિરર, મરૂન સીટ કવર, સ્પેશિયલ એડિશન બેજ અને બ્રાઉન કલરનુ ફુટબોર્ડ સામલે છે. ઉપરાંત સ્ટાન્ડર્ડ મોડલની જેમ જ સ્કૂટરની હેડલાઈટ ક્લસ્ટર, અને એક્ઝહોસ્ટ કવર પર ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યા છે. સ્પેશિયલ એડિશનમાં પણ એનાલોગ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સેલ્ફ-સ્ટાર્ટ, અન્ડર સીટ સ્ટોરેજ, વન-પ્રેસ લોક સિસ્ટમ અને મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે.
લિમિટેડ એડિશનના લોન્ચ સમયે સુઝુકી મોટરસાઈકલ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સાતોશી ઉચિદાએ કહ્યું કે, એક્સેસ 125 અમારા સફલ મોડલમાંથી એક છે. અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સ્કૂટરનું સ્પેશિયલ એન્ડિશન લોન્ચ કર્યું છે. આ સ્કૂટર રેટ્રો ફીલ આપે છે અને સ્ટાઈલિશ પણછે જે તેને અન્ય સ્કૂટર કરતાં અલગ બનાવે છે.