Indica અને Indigo બાદ હવે ટાટા મોટર્સ આ કારનું પ્રોડક્શન કરશે બંધ!, જાણો વિગતે
છેલ્લા કેટલાક વર્ષોમાં ઑટો માર્કેટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે અને તે છે નાની કાર્સની સેલમાં ઝડપથી થયેલો ઘટાડો. તેની જગ્યા ધીમે-ધીમે કૉમ્પેક્ટ સેગમેન્ટ અને યૂટિલિટી વ્હીકલ્સ લઈ રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2012માં નેનોની સૌથી વધુ 74,424 કાર્સ વેચાઈ હતી. બાદમાં વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો. 2016માં 21,012 યૂનિટ્સ અને 2017માં માત્ર 7591 કાર્સ વેચાઈ હતી.
સૂત્રોનું માનીએ તો આગામી વર્ષ સુધી આ કાર બંધ કરી દેવામાં આવશે. કંપનીના ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં ટિયાગો જેવા નવા મોડલ તૈયાર કરવામાં આવી રહ્યાં છે, જે માર્કેટમાં સારું સેલિંગ કરી રહી છે.
2009માં ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત લૉન્ચ કરાયેલી નેનો છેલ્લા કેટલાક સમયથી લોકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. કંપનીએ 2015માં તેનું GenX વર્ઝન લૉન્ચ કર્યું હતું. તેમાં ઑટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશનની સુવિધા આપવામાં આવી હતી. જોકે તેનાથી કંપની વેચાણમાં કોઈ ઉછાળો આવ્યો ન હતો.
નવી દિલ્હીઃ વિતેલા મહિને ટાટા મોટર્સે Indica અને Indigo નામની બે કારનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે અહેવાલ આવી રહ્યા છે કે કંપની રતન ટાટાની ડ્રીમ કાર નેનોનું પ્રોડક્શન બંધ કરવા જઈ રહી છે. હાલમાં કંપની નેનો કારનું ઉત્પાદન કરી રહી છે પરંતુ તેનું વેચાણ ન બરાબર છે. વર્ષ 2018ની વાર કરીએ તો માત્ર 1851 યૂનિટ્સ વેચાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -