ટાટા મોટર્સે લોન્ચ કરી નેક્સન ‘ઓટોમેટિક’, જાણો કિંમત અને ફીચર્સ
ઓરેન્જ કલર અને ડ્યૂઅલ ટોન રૂફ ઑપ્શન વાળી ટાટા નેક્સનમાં 209mmનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ છે. કારમાં ઇન્ટેલિજેન્ટ ટ્રાન્સમિશન કન્ટ્રોલર છે જેમાં એન્ટી-સ્ટાલ, કિક-ડાઉન અને ફાસ્ટ-ઑફ જેવા ફીચર્સ સામેલ છે. કારના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 9.41 અને ડીઝલ વેરિયન્ટની કિંમત 10.3 લાખ રૂપિયા રાખવામા આવી છે. જણાવી દઇએ કે, નેક્સન હાઇપરડ્રાઇવ S-SG વેરિયન્ટ માત્ર ટોપ-એન્ડ XZA+ વર્ઝન સાથે જ આવશે.
કારમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી અને ટ્યૂન્ડ 8 સ્પીકર સિસ્ટમની સાથે 6.5 ઇંચ પ્લોટિંગ ડેશ-ટોપ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ છે. ડ્રાઇવરને નેવિગેશન, મ્યૂઝીક અને કૉલ કરવા માટે ઇન્ફોટેનમેન્ટથી વોકલ ઇન્ટરેક્શનની સુવિધા મળશે. આ સિસ્ટમ દ્વારા તમે એસએમએસ અને વૉટ્સએપ મેસેજને વાચી શકશો. સાથે જ એનો રિપ્લાય પણ કરી શકશો.
નેક્સનના આ ઓટોમેટિક વેરિયન્ટમાં પણ મેન્યુઅલની જેમ ઇકો, સિટી અને સ્પોર્ટ્સ એમ ત્રણ ડ્રાઇવ મોડ્સ આપવામાં આવ્યા છે. મેન્યુઅલી ગેર ચેન્જ કરવાનો ઓપ્શન પણ આપવામા આવ્યો છે અને હેવી ટ્રાફિક માટે ક્રૉલ ફંક્શન પણ આપવામા આવ્યો છે. ઉપરાંત પહાડી વિસ્તાર માટે સ્માર્ટ હિલ આસિસ્ટન્ટ ફંક્શન આપવામા આવ્યું છે.
મુંબઈઃ ટાટા મોટર્સે પોતાની એસયૂવી નેક્સનનું એએમટી (ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન) બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ તેને વિતેલા વર્ષે રજૂ કરી હતી. કંપનીએ જાણકારી આપી છે કે બજારમાં એએમટી કારની માગ વધી છે અને ટાટા મોટર્સને તેનો લાભ મળવાની સંપૂર્ણ આશા છે. નેક્સનના હાઇપરડ્રાઇવ સેલ્ફ શિફ્ટ ગિયર્સને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં રજૂ કરવામાં આવી છે.