હીરોએ ભારતમાં લોન્ચ કરી Achiever 150, કિંમત 61,800 રૂપિયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ આ અવસર પર હીરો અચીવર 150ની લિમિટેડ એડિશન પણ લોન્ચ કરી છે. કંપનીએ 7 કરોડ ગ્રાહક બનાવવાની ખુશીમાં આ લિમિટેડ એડિશન બાઈક લોન્ચ કરી છે. આ ખાસ એડિશનમાં તિરંગાનું બોડી ગ્રાફિક્સ લગાવવામાં આવ્યું છે.
હીરો અચીવર 150ના એન્જિનને પણ આ વખતે અપડેટ કરવામાં આવ્યું છે. બાઈકમાં BS4 માપદંડવાળું 150 સીસી એન્જિન લાગેલ છે જે 13.4 બીએચપીનો પાવર અને 12.8Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ કરવામાં આવ્યું છે. આ બાઈકની સીધી સ્પર્ધા બજાજ વી15 અને હોન્ડા સીબી યૂનિકોર્ન 150 સાથે છે.
નવી હીરો અચીવર 150માં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. બાઈકમાં ઘણાં નવા ફીચર્સ લગાવવામાં આવ્યા છે અને ઉપરાંત તેની સ્ટાઈલિંગમાં પણ કંઈક નવું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યોછે. ઉપરાંત બાઈકમાં આ વખતે i3S ટેક્નોલોજી (Idle Start-Stop System) મેન્ટેનન્સ ફ્રી બેટરી, સાઈડ સ્ટેન્ડ ઇન્ડિકેટર અને ટ્યૂબલેસ ટાયર લગાવવામાં આવ્યા છે.
હીરોએ સોમવારે એક નવી અચીવર 150 ભારતમાં લોન્ચ કરી છે. હીરો અચીવર 150ના ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 61800 રૂપિયા (એક્સ શોરૂમ) અને ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 62800 રૂપિયા (એક્સ શોરૂમ) રાખવામાં આવી છે. કંપની એપ્રિલ 2017માં 15 નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની છે જે અંતર્ગત હીરો અચીવર 150 પ્રથમ પ્રોડક્ટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -