વોડાફોન 1 GB ડેટા પેક પર આપશે 9 GB ફ્રી, પરંતુ શરત એટલી છે કે....
વોડાફોન ઓફરમાં એક મુશ્કેલી એ છે કે ગ્રાહક એક જીબી પેક માટે રાત્રે 12થી સવારે 6 કલાક માટ સબ્સક્રાઈબ કરશે ત્યારે જ તેને વધારાનું નવ જબી નેટ મળશે. નવી ઓફર સૌથી પહેલા દિલ્હી, મુંબઈ અને કોલકાતાના ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે. અહીં પર ગ્રાહકો ક્યારે પણ આ ઓફરનો લાભ લઈ શકે છે. જ્યારે દેશના અન્ય ભાગમાં આપેકનો લાભ રાત્રે જ મળશે. વોડાફોને આ પહેલા જૂના પેક્સ પર 67 ટકા વધારે ફાયદાની ઓફર શરૂ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની વોડાફોન પણ સોમવારે સસ્તા 4જી ઇન્ટરનેટ આપવાની રેસમાં સામલે થઈ ગઈ છે. કંપનીએ રિલાયન્સ જિઓને ટક્કર આવા માટે આક્રમક નીતિ અપનાવી છે. એક અંગ્રેજી સમાચારપત્ર અનુસાર વોડાફોન 25 રૂપિયા પ્રતિ જીબીના દરે ડેટા પેક લોન્ચ કરશે. જોકે, તેમાં કેટલીક શરતો લાગુ હશે.
આ દરનો લાભ નવા 4જી ઉપભોક્તાઓને જ મળશે અને તે પણ નવો 4જી સ્માર્ટફોન ખરીદવા પર જ. કંપનીની ઓફર અનુસાર એક જીબીની કિંમત પર 90 દિવસ સુધી 10 જીબી ડેટા આપવામાં આવશે. હાલમાં વોડાફોન એક જીબી ડેટા માટે 250 રૂપિયા ચાર્જ કરે છે. જિઓની સામે ટક્કર આપવા માટે કંપનીએ આ ઓફર મુકી છે. જિઓનો ડેટા 50 રૂપિયા પ્રતિ જીબી પ્રમાણે મળે છે. પરંતુ 10 જીબી પ્લાનથી તુલના કરવામાં આવે તો વોડાફોનની ઓફર સસ્તી છે.
ભારતી એરટેલ પહેલા જ 4જી ડેટા માટે નવા રેટની જાહેરાત કરી ચૂકી છે. એરટેલે વિતેલા સપ્તાહે 90 દિવસ માટે 30 જીબી ડેટા 1495 રૂપિયામાં આપવાની જાહેરાત કરી હતી. આ રીતે પ્રતિ જીબીનો ખર્ચ 50 રૂપિયા આવે છે. જોકે જિઓની ઓફરની સાથે ઘણી અન્ય સુવિધાઓ પણ મળે છે. સાથે જ 31 ડિસેમ્બર સુધી જિઓ ફ્રી સર્વિસ આપી રહી છે. વોડાફોન તરફથી જણાવવામાં આવ્યું છે કે, આ પેક્સ પર મળનારા વધારાના ડેટાને કારણે ગ્રાહકો માટે ઇન્ટરનેટ એફોર્ટેબલ હશે અને તેનાથી નવા ઉપભોક્તાઓને ઓનલાઈન આવવામાં મદદ મળશે. કંપનીએ જણાવ્યું કે, તે વોડાફોન પ્લે પર ટીવી, મૂવીઝ અને મ્યૂઝિક એપ્સ ર પણ આ સુવિધા આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -