આ છે દુનિયાની સૌથી મોંઘી સુપર કાર, કિંમત જાણીને દંગ રહી જશો
ગુડવુડ ફેસ્ટિવલ દર વર્ષે ઉજવવામાં આવે છે. જેમાં સ્પીડ કારોનું પ્રદર્શન કરવામાં આવે છે.
લેટેસ્ટ ઝોંડા એચપી બાર્શેટા કારના પણ ત્રણજ યૂનિટ બનાવવામાં આવશે. જેમાંથી બે લોકોને ખરીદવા માટે ઉપલબ્ધ રહેશે અને એક કાર હોરેસિયો પોતાના માટે રાખશે.
હોરેસિયો આ પહેલા લેંબોર્ગિની કંપની સાથે કામ કરતા હતા. તેમણે વર્ષ 1992માં પોતાની પગાની ઑટોમોબાઈલ નામની કંપની સ્થાપી હતી. આ કંપનીની ખાસિયત એ છે કે તે ખૂબજ મર્યાદિત સંખ્યામાં કાર બનાવે છે.
આ કારને ઈંગ્લેન્ડના સુસેક્સ શહેરમાં ચાલી રહેલા ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડ 2018માં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કારની કિંમત 13.5 મિલિયન પાઉન્ટ સ્ટર્લિંગ છે એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે લગભગ 122 કરોડ રૂપિયાની છે. જે દુનિયાની સૌથી મોંધી કાર છે.

નવી દિલ્હી: ઈટલીની સ્પોર્ટ્સ કાર નિર્માતા કંપની હોરેસિયો પગાનીએ દુનિયાની સૌથી મોંઘી કાર લોન્ચ કરી છે. આ કારનું નામ Pagani Zonda HP Barchetta છે.