બજેટ 2018: જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું?
જ્યારે રો કાજૂ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે. ઉપરાંત સિલ્વર ફોયલ, પીઓએસ મશીન, ફિંગર સ્કેનર, માઈક્રો એટીએમ, આઆરિસ સ્કેનર, સૌર બેટરી, દેશમાં તૈયાર હીરા સસ્તા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ચાંદીની કિંમત 3 ટકા, ફુટવેરની કિંમત 5 ટકા, ફોન બેટરીની કિંમત 5 ટકા અને સોનાની કિંમત 3 ટકા સુધી વધી શકે છે.
મોબાઈલ ફોન પર કસ્ટમ ડ્યૂટી 15થી વધારીને 20 ટકા કરવામાં આવી છે. ટીવીના પાર્ટ્સ પર પણ કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. જેના કારણે ટીવીની કિંમતમાં 5 ટકા સુધીનો વધારો થશે.
વિદેશોથી લક્ઝરી કાર મંગાવવા પર હવે વધારે રૂપિયા ખર્ચ કરવા પડશે. ફૂડ પ્રોસેસિંગ, ઇલેક્ટ્રોનિક્સ પર 5 ટકાની કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી. જેના કારણે વિદેશી મોબાઈલ, ટીવી, લેપટોપની કિંમતમાં વધારો થશે.
નવી દિલ્હીઃ બજેટમાં આમ આદમીને કોઈ વધારે રાહત આપવામાં આવી નથી. એક બાજુ ઇનકમ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે શેર બજારમાં રિટર્ન પર પણ ટેક્સ આપવો પડશે. પરંતુ સામાન્ય લોકોને સૌથી વધારે રસ શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેમાં હોય છે. સરકારે તેના છેલ્લા પૂર્ણ બજેટમાં અનેક વસ્તુ સસ્તી કરી છે તો કેટલીક વસ્તુ માટે હવે વધારે રૂપિયા ચૂકવવા પડશે. આગળ વાંચ શું થયું સસ્તું અને શું થયું મોંઘું...
- - - - - - - - - Advertisement - - - - - - - - -