એપલ 1 ટ્રિલિયન ડોલર માર્કેટકેપ હાંસલ કરનારી વિશ્વની ક્યાં નંબરની કંપની બની, જાણો વિગત
3 કો-ફાઉન્ડરોમાંથી એક સ્ટીવ જોબ્સને 80ની દાયકામાં કંપનીમાંથી હકાલી દેવાયું હતું પણ લગભગ 10 વર્ષ પછી તેઓ પરત ફર્યા હતા અને પોતાના પ્રોડક્ટથી માર્કેટમાં છવાઈ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપલને આ સ્તર પર ટકી રહેવા માટે તેના પ્રોડક્ટસમાં નવા પ્રયોગો કરવો પડશે. કારણ કે અમેઝોન અને અલ્ફબેટ પણ તેમની પાછળ જ છે. 1976માં કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સે તેને એક ગૈરેજમાંથી શરૂ કર્યો હતો.
આ પહેલા શાંઘાઈના શેર માર્કેટમાં પેટ્રોચાઈનાના માર્કેટ વૈલ્યુએશન આ સ્તર સુધી પહોંચ્યો હતો. આવી સ્થિતિમાં એપલ આ આંકડા સુધી પહોંચનારી અમેરિકાની પહેલી અને દુનિયાની બીજી કંપની છે. 1980માં પબ્લિકલી લિસ્ટેડ કંપની બન્યા બાદથી આજ સુધી એપલએ 50 હજાર ટકાની વૃદ્ધિ કરી છે.
બુધવારે એપલના શેરમાં 6 ટકાની તેજી જોવા મળી હતી. ગુરૂવારે તેમાં થોડીક ડાઉન જોવા મળ્યો હતો જોકે આ ગિરાવટ થોડાક સમય માટે જ હતી અને ફરી તેજી આવી ગઈ હતી. શેરમાં ઊછાળાના કારણે કંપનીની માર્કેટ કેપ 1000 અબજ ડોલર થઇ ગઇ છે.
ગુરૂવારે એપલ એક ટ્રિલિયન ડોલર(68,620 અરબ રૂપિયા)ની પહેલી પબ્લિકલી લિસ્ટેડ કંપની બની ગઈ છે. એપલનો સ્ટોક 2.8 ટકા ઉપર ઉછળ્યો છે, જેના કારણે મંગળવારથી હાલ સુધી તેમાં 9 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -