હવે તમારા મોબાઈલ ફોનબુકથી Paytm કરો, કંપનીએ શરૂ કરી નવી મની ટ્રાન્સફર સર્વિસ
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે Paytm ફેસબુકને ટક્કર આપવા માટે વ્હોટ્સએપ જેવી ઇન્સટ્ન્ટ મેસેન્જિંગ સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. કહેવાય છે કે પેટીએમ આ ફીચર આવનારા સપ્તાહમાં રજૂ કરી શકે છે. ઉપરાંત પેટીએમ થોડા સમય પહેલા એક રૂપિયામાં ગોલ્ડ યોજના પણ શરૂ કરી ચૂકી છે. જેને સારો રિસ્પોન્સ મળ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ Paytm જેવી મોબાઈલ વોલેટ આવ્યા બાદથી રૂપિયા ટ્રાન્સફર અને સોપિંગ કરવાનું ખૂબ જ સરળ થઈ ગયું છે. વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખતા કંપનીઓ ટેક્નોલોજીની મદદથી ઝડપથી નવી સર્વિસીસ આપી રહી છે. દેશની સૌથી લોકપ્રિય મોબાઈલ વોલેટ સર્વિસ Paytm એક વધુ ખાસ સર્વિસ લઈને આવ્યું છે. કંપનીએ બુધવારે ટ્વિટર પર તેની જાણકારી આપતા ટ્વિટ કર્યું છે. તે અંતર્ગત યૂઝર હવે પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ વ્યક્તિની પ્રોફાઈલ ખોલીને તેને સરળતાથી રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે.
Paytmની આ સર્વિસનો ઉપયોગ કરવાનું ખૂબ જ સરળ છે. તમે જે વ્યક્તિને રૂપિયા મોકલવા ઈચ્છો છો તમારે માત્ર કોન્ટેક્ટ લિસ્ટમાંથી તેનું નામ પસંદ કરી તેની પ્રોફાઈલ ખોલવાની રહેશે. ત્યાર બાદ તે કોન્ટેક્ટની પસંદગી કરવાની રહેશે. ત્યાં તમને સેન્ડ મનીનો એક વિકલ્પ જોવા મળશે. રૂપિયા મોકલવા માટે તમારે તેના પર ટેપ કરવાનું રહેશે. ત્યાર બાદ તમે કેટલી રકમ યૂઝરને ટ્રાન્શફર કરવા માગો છો તે લકો અને ત્યાર બાદ પેમેન્ટ માટે સહમતી આપવાની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -