હવે મેડિક્લેમ પાસ કરાવવો હશે તો આ શરતનું ફરજીયાતપણે કરવું પડશે પાલન, જાણો વિગત

૨૧ એપ્રિલ ૨૦૧૭ના રોજ દેશની સર્વોચ્ચ મેડિકલ રેગ્યુલેરટર મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સર્ક્યુલર જાહેર કર્યો હતો, તે અનુસાર તમામ ફિઝિશિયન્સે સ્પષ્ટપણે કેપિટલ લેટર્સમાં જેનેરિક દવાઓ જ લખવાની રહેશે, અને તેની સાથે તેનો નુસ્ખો અને ઉપયોગ પણ દર્શાવવાના રહેશે.
હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના પૂણે એકમના ચેરમેન ડો. સંજય પાટીલે કહ્યું હતું કે, અમે ૯મીએ સર્ક્યુલર જારી કર્યો હતો તેમાં લખ્યું હતું કે, ડોકટરોએ માત્ર જેનેરિક દવાઓ લખી આપવી. યોગ્ય દવા અને બ્રાન્ડ પસંદગી કરવાની આઝદી ડોકટરો પાસે છે, મેડિકલ સ્ટોર કે ઈન્શ્યોરન્સ કંપની પાસે નથી. જેનેરિક દવાઓની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર જેનેરિક દવાઓ પેટન્ટ હોય છે, અને તેને ઓરિજનલ મેન્યૂફેકચરરના લાયસન્સ વગર વેચવામાં આવે છે.
પૂણેઃ હેલ્થ ઇન્શ્યોરન્સ (મેડિક્લેમ) કંપનીઓ હવે તેની પોલિસીમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહી છે. મેક્સ બૂપા હેલ્થ કંપનીએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના ડોકટરોને હાલમાં જ એક સર્ક્યુલર જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તમારી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા તમામ મેડિકલેમ રોકી દેવામાં આવશે. માત્ર જેનેરિક દવાઓવાળા મેડિકલેમ જ પાસ કરવામાં આવશે. જોકે આ સર્ક્યુલર અંગે ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો છે.
ડોક્ટરોનું કહેવું છે કે, આ સર્ક્યુલરને માનવો અશકય છે, માત્ર જેનેરિક દવાઓ દ્વારા ઈલાજ કરવો શકય નથી. કેટલીક ગંભીર બીમારીઓ જેવી કે, કેન્સરના રોગ માટે જરૂરી દવાઓ માત્ર બ્રાન્ડ્સમાં જ ઉપલબ્ધ હોય છે. મેકસ બૂપાના આ સર્ક્યુલર પાંચમી મેથી જ અમલમાં આવવાનો હતો. મેકસ બૂપાના સર્ક્યુલર સામે આઈએમએ એ નારાજગી દર્શાવી અને લખ્યું કે, જેનેરિક દવાઓથી તમામ બીમારીઓનો ઉપચાર ન કરી શકાય.
કોઈ પણ સોલ્ટમાં જેનેરિક નામ આખી દુનિયામાં એક જ હોય છે. આ દવાઓની કિંમતમાં સરકારનો હસ્તક્ષેપ હોય છે, અને તેથી બ્રાન્ડેડ દવા કરતાં ખૂબ સસ્તી પણ પડે છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, જે દવાઓ પેટન્ટ ન હોય ડોકટર તેમને જેનેરિક તરીકે લખી આપે, જેના કારણે લોકોને સસ્તી દવાઓ મળી શકશે.
કોઈ પણ બીમારીના ઈલાજ માટે એક રસાયણ તૈયાર કરાય છે, જેને દવામાં ફેરવી નાંખવામાં આવે છે. કંપનીઓ અલગ-અલગ નામોથી આ સોલ્ટને વેચે છે. આ સોલ્ટનું જનેરિક નામ સોલ્ટના કમ્પોઝિશન અને બીમારીને ધ્યાનમાં રાખતા એક વિષેશ સમિતિ દ્વારા નક્કી કરાય છે.