✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Vodafone ફ્રીમાં આપી રહ્યું છે 45GB 4G ડેટા, જાણો કેવી રીતે ઉઠાવશો આ ઓફરનો લાભ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 May 2017 08:00 AM (IST)
1

એમેઝોન પરથી ઓફરનો લાભ લેવા માટે મોબાઈલ ખરીદવાનો રહેશે. બાદમાં પોતાના વોડાફોન સિમને પોતાના સ્માર્ટફોનના સિમ 1 સ્લોટમાં લગાવો. ત્યાર બાદ તમને એક મેસેજ આવશે કે તમે બાય 1 જીબી અને ગેટ 9જીબી ડેટા ફ્રી ઓફર માટે યોગ્ય છો. આ ઓફર 5 મહિના અથવા પાંચ રિચાર્જ સુધી માન્ય રહેશે. એક વખત મેસેજ આવ્યા બાદ પ્રીપેઈડ યૂઝર્સને 1જીબી અથવા તેનાથી વધારેનું રિચાર્જ કરાવવાનું રહેશે. ત્યાર બાદ 9જીબી ડેટા તમને ફ્રીમાં મળશે. જ્યારે પોસ્ટપેઈડ યૂઝર્સને 1જીબી અથવા તેનાથી વધારેનો ડેટા પ્લાન લેવાનો રહેશે. આ ઓફરને એક્ટિવેટ થયાના 48 કલાકની અંદર 9જીબી એક્સ્ટ્રા ડેટા તમારા ખાતામાં આવી જશે.

2

એક વખત ઓફર એક્ટિવેટ કરાવ્યા બાદ પાંચ મહિનાની અંદર જ પાંચ વખત રિચાર્જ કરાવવું પડશે. પ્રીપેઈડ યૂઝર્સ માટે આ ડેટાની વેલિડિટી 28 દિવસની રહેશે. જ્યારે પોસ્ટપેઈડ યૂઝર્સ પાંચ મહિના માટે આ ઓફરનો લાભ લઈ શકસે. તેના માટે પોસ્ટપેઈડ યૂઝર્સ પાસે 1જીબી અથવા તેનાથી ધારેનો ડેટા પ્લાન હોવો જરૂરી છે. જો પોસ્ટપેઈડ યૂઝર્સ પાંચ મહિના પહેલા જ પોતાના ડેટા પ્લાનને દર મહિને 1જીબીથી ઓછા પ્લાનમાં ફેરવશે તો કંપની આ ઓફર ખત્મ કરી દેશે.

3

આ ઓફરનો લાભલેવા માટે 30 જૂન સુધી એમેઝોન પરથી 4જી સ્માર્ટફોન ખરીદવાનો રહેશે. આ ઓફર 11 મેથી શરૂ થઈ રહી છે. કંપનીએ તેના માટે કેટલીક શરતો રાખી છે. આ ઓફરનો લાભ લેવા માટે એક મહિના માટે ઓછામાં ઓછું 1જીબી ડેટાનું રિચાર્જ કરાવવું પડશે. તેની સાથે 9જીબી ડેટા ફ્રીમાં મળશે. 9જીબી એક્સ્ટ્રા ડેટા પાંચ વખત રિચાર્જ કરાવવા પર મળશે.

4

નવી દિલ્હીઃ વોડાફોન પોતાના યૂઝર્સને 45 જીબી ફ્રી 4જી ડેટા આપવાની ઓફર આપી રહ્યું છે. આ ઓફર પ્રીપોડ અને પોસ્ટપેઈડના નવા અને જૂના ગ્રાહકો બન્ને માટે છે. આ ઓફરને વોડાફોને ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોનની સાથે મળીને આપી રહી છે. આ ઓફરનો લાભ લેવા માટે એમેઝોન પરથી નવો 4જી સ્માર્ટપોન ખરીદવાનો રહેશે. આ ઓફર ક્યા સ્માર્ટપોન્સ ખરીદવા પર મળી રહી છે તેની યાદી એમેઝોન પર આપવામાં આવી છે.

  • હોમ
  • બિઝનેસ
  • Vodafone ફ્રીમાં આપી રહ્યું છે 45GB 4G ડેટા, જાણો કેવી રીતે ઉઠાવશો આ ઓફરનો લાભ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.