મુકેશ અંબાણીના એન્ટિલિયામાંથી નીકળતા કચરાનું શું થાય છે, જાણીને ચોંકી જશો તમે...
કચરામાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ એન્ટિલિયામાં જ થાય છે. આમ કરવાથી વીજળીની પણ બચત થાય છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા માત્ર ભારતનું જ નહીં, દુનિયાભરના સૌથી મોટા ઘરોમાંથી એક છે. આ ઘર બનાવવામાં લગભગ 11 હજાર કરોડ ખર્ચ થયા હતા.
27 માળના આ ઘરમાં લગભગ 600 લોકો કામ કરે છે. આ ઘર કુલ 400000 સ્ક્વેર ફૂટમાં બનેલું છે. ઘરનાપહેલા 6 માળ માત્ર પાર્કિંગ માટે બનાવવામાં આવ્યા છે. અહીં એક સાથે 168 કાર પાર્ક કરી શકાય છે. પાર્કિંગના ઉપર વાળા ફ્લોરમાં 50 સીટર થિએટરછે, જેની ઉપર આઉટડોર ગાર્ડન છે. ઘરમાં 9 લિફ્ટ છે.
સોશિયલ મીડિયા પર કહેવાઈ રહ્યું છે કે, એન્ટિલિયામાં આખા દિવસ દરમિયાન નીકળતા કચરાનો નિકાલ કઈ રીતે થાય છે? જો આ વાત સાચી હોય તો તમને પણ જાણીને નવાઈ લાગશે કે આ કચરાનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવામાં થાય છે. ઘરમાં જ તૈયાર કરવામાં આવેલા બાયો પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન થાય છે. તમને જણાવી દઈએ કે આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, અમે આ વાતની પૃષ્ટિ નથી કરતા.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર જે સમાચાર હેરાન કરી મૂકે તેવા હોય ત્યારે તે વાયરલ થઈ જાય છે. એક એવા જ સમાચાર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે તમને ચોંકાવી દેશે. કોઈ બિઝનેસ ડીલ હોય, તહેવારની ઉજવણી હોય કે પછી બોલિવૂડની ગ્રાન્ડ પાર્ટી, મુકેશ અંબાણી અને નીતા અંબાણી ચર્ચાનો વિષય બને છે. અત્યારે પણ સોશિયલ મીડિયા પર મુંબઈમાં આવેલા તેમના ભવ્ય ઘર એન્ટિલિયા વિષે ચોંકાવનારી બાબત વાયરલ થઈ રહી છે.