પ્રત્યાર્પણ કેસમાં બ્રિટન કોર્ટે માલ્યાને આપી રાહત, આગમી સુનાવણી 12 સપ્ટેમ્બરે
લંડનઃ દેશની વિવિધ બેંકોને 9000 કરોડ રૂપિયાનો ચુનો લગાવી ફરાર થઈ ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાન પ્રત્યાર્પણ મામલે સુનાવણી લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે 12 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. ભારત પ્રત્યાર્પિત કરવાના વિરુદ્ધ માલ્યાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ભારત સરકારને જેલનો વીડિયો ઉપલબ્ધ કરવા આદેશ આપ્યો છે.
સુનાવણી પહેલા માલ્યાએ કહ્યું હતું કે, મારી પર મુકવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. મેં સેટલમેન્ટની ઓફર કરી હતી. તેથી સીબીઆઈ અને ઈડી બંનેની ટીમો લંડન પહોંચી ચુકી છે અને બંને પક્ષો તેમની વિરુદ્ધમાં ફેંસલો આવવા પર લંડનની સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે.
સૂત્રોના કહેવા મુજબ ક્રાઉન પ્રોસીક્યૂશન મામલા સંબંધિત તમામ ઓરિજનલ દસ્તાવેજ પણ અધિકારીઓ પાસે માંગવામાં આવ્યા છે. જેમાં સીબીઆઈના સાક્ષીઓના નિવેદન પણ સામેલ છે. જેના પર શરૂઆતમાં માલ્યાના વકીલો અને કોર્ટ બંનેને વાંધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સુનાવણી ખતમ થયા બાદ ફેંસલો તાત્કાલિક સંભળાવવો કે અલગ તારીખ નક્કી કરવી તે કોર્ટના જજ પર નિર્ભર છે.
માલ્યાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, મારી ઉપર મૂકવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. હું ભારતીય બેંકોનું ઋણ ખુશીથી પરત કરી દેવા તૈયાર છું.
લંડનની સરકારી એજન્સી ક્રાઉન પ્રોસીક્યૂશને સીબીઆઈ અને ઈડી બંનેના અધિકારીઓને કોઈપણ ચુકાદો આવે તો સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી શકાય તે માટે કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું. આ માટે સીબીઆઈ અને ઈડી બંનેના અધિકારી લંડન કોર્ટમાં પહોંચી ગયા છે.
તપાસ સાથે સંકળાયેલા એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, લંડન કોર્ટનો ફેંસલો માલ્યાના હકમાં આવે કે ભારતના પક્ષમાં પરંતુ બંને પક્ષ ફેંસલાના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આ સ્થિતિમાં માલ્યાને ભારત લાવવામાં વધારે વિલંબ થઈ શકે છે.