✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાણો કોણ છે વિજય માલ્યાની ‘ગર્લફ્રેન્ડ’ પિંકી? જેની સાથે માલ્યા 62 વર્ષે કરશે ત્રીજા લગ્ન!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Mar 2018 10:27 AM (IST)
1

2

3

માલયાએ છ વર્ષ પછી રેખા સાથે બીજાં લગ્ન કર્યાં. આ લગ્નથી માલયાને બે દીકરીઓ છે. રેખા માલયાની બાળપણની મિત્ર હતી ને તેના બે વાર ડિવોર્સ થઈ ચૂક્યા હતા તેથી તેણે સ્થાયી થવા લંપટ માલયા સાથે લગ્નની હા પાડી. રેખા દીકરીઓ સાથે અમેરિકામાં રહે છે. સિધ્ધાર્થ લંડનમાં જ રહે છે પણ માલયા સાથે નથી રહેતો.

4

રસપ્રદ બાબત એ છે કે જે મહિલા સાથે વિજય માલ્યા લગ્ન કરશે તે પિંકી લાલવાની છે. આ તે જ પિંકી છે જે માલ્યા સાથે દરેક પરિસ્થીતિમાં ઉભી રહે છે. આ ઉપરાંત બંને ભારત છોડીને એક સાતે 2 માર્ચ 2016ના રોજ લંડન ફરાર થયાં હતાં. એક અહેવાલ અનુસાર બંનેએ સાથે મળીને તાજેતરમાં જ પોતાની ત્રીજી એનિવર્સરીનું સેલિબ્રેશન કર્યુ હતું.

5

યોગાનુયોગ માલયાએ પહેલાં લગ્ન ફ્લાઈટ એટેન્ડન્ટ સમીરા સાથે કરેલાં. આ લગ્નથી માલયાને સિધ્ધાર્થ નામે પુત્ર છે કે જે દીપીકા પદુકોણે સાથેના સંબધોના કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે. સમીરા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એટેન્ડન્ટ હતી. બંનેનાં લગ્ન બહુ લાંબુ ના ટક્યાં ને સિધ્ધાર્થના જન્મ પછી બંને છૂટાં પડ્યાં.

6

નવી દિલ્હીઃ બેંકોને અંદાજે 9000 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડીને ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યા હાલમાં લંડનમાં રહે છે. તેના પર મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ આ વખતે તે કોઈ અન્ય કારણે ચર્ચામાં છે. ચર્ચા એવી છે કે માલ્યા લંડનમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ તેના ત્રીજા લગ્ન હશે. ખાસ વાત એ છે કે જે યુવતી સાથે તે લગ્ન કરવા જઈ રહ્યો છે તેની સાથે 2016માં તે ભાગી હતી. જોકે તેના લગ્નની સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ મીડિયા અહેવાલ અનુસાર તે ટૂંકમાં જ લગ્ન કરશે.

7

ભારતમાં બેંકોનાં નાણાં ભરવામાં નિષ્ફળ રહ્યા પછી માલયા રાતોરાત ઈંગ્લેન્ડ ભાગ્યા ત્યારે પિંકી લાલવાણી પણ તેમની સાથે ભારતથી છૂ થઈ ગઈ હતી. માલયા જેટ એરવેઝની ફ્લાઈટમાં સાત બેગ સાથે લંડન જતા રહ્યા હતા. માલયાની બર્થનો નંબર વન ડી હતો અને તેમની બિલકુલ બાજુની સીટ પર પિંકી લાલવાણી બેઠી હતી.

8

પિંકી લાલવાણી અને માલયાના સંબંધો બહુ જૂના છે. પિંકી લાલવાણી કિંગફિશર એરલાઇન્સની જૂની કર્મચારી છે અને તેણે બહુ જલદી માલયાને પકડી લીધા હતા. પોતાના હોટ લૂક માટે જાણીતી પિંકી કિંગફિશ ચાલુ હતી ત્યારે ડીફેક્ટો બોસ તરીકે જ વર્તતી હતી ને તેનો પડ્યો બોલ સૌએ ઉપાડવો પડતો હતો.

9

પિંકી કિંગફિશરમાં ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે જોડાઈ હતી. માલયાની નજર તેના પર પડી ને એ તેમની નજરમાં વસી ગઈ પછી બંનેના સંબધો આગળ વધ્યા. પિંકીને માલયા જેવો માલદાર માણસ જોઈતો હતો તેથી તેણે માલયા ઈચ્છે એ રીતે સંબંધો આગળ વધવા દીધા અને ધીરે ધીરે તેમની ખાસ વ્યક્તિ બની ગઈ.

10

વિજય માલયાએ બે વાર લગ્ન કર્યાં છે અને એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે માલયા અને પિંકી પરણી ચૂક્યાં છે પણ આ વાતને સત્તાવાર રીતે સમર્થન નથી મળતું. માલયાના ફ્રેન્ડ્સના કહેવા પ્રમાણે માલયા અને પિંકી લિવ ઈન રીલેશન્સમાં રહે છે. પિંકીનાં મમ્મી માલયા-પિંકી સાથે જ લંડનમાં રહે છે ને પિંકી તેમની દેખભાળ કરે છે.

  • હોમ
  • બિઝનેસ
  • જાણો કોણ છે વિજય માલ્યાની ‘ગર્લફ્રેન્ડ’ પિંકી? જેની સાથે માલ્યા 62 વર્ષે કરશે ત્રીજા લગ્ન!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.