વોડાફોને લોન્ચ કર્યા 3 નવા શાનદાર પ્લાન્સ, જાણો કેટલો ફાયદો થશે....
નવી દિલ્હીઃ ટેલીકોમ ક્ષેત્રમાં જારી ડેટા યુદ્ધમાં રિલાયન્સ જિઓ અને એરટેલ બાદ હવે વોડાફોન પણ ઉતર્યું છે. કંપનીએ પોસ્ટપેડ ગ્રાહકો માટે ત્રણ નવા આકર્ષક પ્લાન શરૂ કર્યા છે. આ ત્રણ નવા પ્લાન રેડ ટ્રાવેલર, રેડ ઇન્ટરનેશનલ અને રેડ સિગ્નેચર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેડ ટ્રાવેલર અંતર્ગત ગ્રાહકોએ દેશભરમાં રોમિંગ અને કૉલ માટે કોઈ ચાર્જ નહીં આપવો પડે. રેડ ગ્રાહકોને 499 રૂપિયાવાળા પ્લાનમાં 20 જીબી ઈન્ટરનેટ ડેટા, 699 રૂપિયાના પ્લાનમાં 35 GB ડેટા અને 999 રૂપિયાના પ્લાનમાં 50 જીબી ડેટા આપવામાં આવશે. કોઈ મહિનાના અંતમાં ન વપરાયેલો ડેટા આગામી મહિનાના ડેટામાં આપમેળે એડ થઈ જશે, આ ઉપરાંત દરેક મહિને 100 ફ્રી SMSની સુવિધા પણ આપવામાં આવશે.
રેડ ઈન્ટરનેશનલના ગ્રાહકોને અમેરિકા, કેનેડા, ચીન, હૉંગકોંગ, થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપુર માટે મફત ISD મિનિટ્સનો લાભ મળશે. આમાં 1299 રૂપિયાના પ્લાનમાં 100 ISD મિનિટ્સ અને 75 જીબી ડેટા, 1699 રૂપિયાના પ્લાન્સમાં 100 ISD મિનિટ્સ અને 100 GB ડેટા તથા 1999 રૂપિયાના પ્લાનમાં 200 ISD મિનિટ્સ અને 125 GB ફ્રી ડેટા આપવામાં આવશે.
2999 રૂપિયાના રેડ સિગ્નેચર પ્લાન અંતર્ગત 200 ISD મિનિટ્સ અને 200 GB ડેટા મળશે. કોઈ પણ પ્લાનમાં રેડ ટુગેધરનો વિકલ્પ પસંદ કરીને મિત્રો અથવા પરિવારજનો સાથે જોડાવાથી બિલ પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઉપરાંત ત્રણે નવા પ્લાન્સમાં 12 મહિના માટે ફ્રી નેટફ્લિક્સ, 4000થી વધુ જર્નલ્સનું મફત સબસ્ક્રીપ્શન, સ્માર્ટફોનનો વીમા શિલ્ડ વદગેરે સુવિધાઓ મળશે. આ પ્લાન્સ 8 નવેમ્બરથી અવેલેબલ રહેશે. અત્યાર પૂરતા આ પ્લાન્સ આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશના સર્કલ્સમાં ઉપલબ્ધ રહેશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -