Vodafone અને Idea રિચાર્જ પર મળી રહ્યું છે બંપર કેશબેક, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ
નવી દિલ્હીઃ ફેસ્ટિવલ સીઝનમાં ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન પર શાનદાર ડિસ્કાઉન્ટ અને કેશબેકની ઓફર આપી રહી છે. ત્યારે વોડાફોને પણ એક શાનદાર ઓફર રજૂ કરી છે. આ ઓફર અંતર્ગત પેટીએમ દ્વારા વોડાફોન પ્રીપેડ રિચાર્જ કરાવવા પર 10 ટકા અને વોડાફોનની વેબસાઈટ અને માયવોડાફોન એપથી રિચાર્જ કરાવવા પર 5 ટકા કેશબેક મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી યોજના અનુસાર, પેટીએમ વોડાફોનના રિચાર્જ પર 10% નું કેશબેક આપે છે. આ ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછા 199 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. વધુમાં, જો તમે વોડાફોન એપ્લિકેશન અથવા વોડાફોન વેબસાઇટથી રિચાર્જ કરો છો, તો તમે 5%નું કેશબેક મેળવી શકો છો. જો કે આ સુવિધા અનલિમિટેડ પ્રિપેઇડ રિચાર્જ પેક પર ઉપલબ્ધ છે.
આ મહિનાની શરુઆતમાં આઇડીયાએ સીટીબેંક સાથે પાર્ટનરશિપ કરી છે. જેમા પોસ્ટપેડ ગ્રાહકોને મહિનાનું બિલ આપવા પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ઓફરો લાભ ઉઠાવવા માટે તમારે Citibankનું ક્રેડિક કાર્ડ લેવું પડશે અને 60 દિવસમાં 4000 રુપિયા ખર્ચ કરવા પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -