રિલાયન્સ Jioને ટક્કર આપવા વોડાફોન લાવ્યું 'ડબલ ડેટા' બોનાન્ઝા ઓફર, જાણો
આ પહેલા વોડાફોને બડા પેક છોટા પ્રાઈસ ઓફર રજૂ કરી હતી. આ પેકની કિંમત દિલ્હીમાં 24 રપિયા છે. તેની સાથે ગ્રાહકને 30 દિવસની વેલિડિટી મળશે. દિલ્હીમાં 24 રૂપિયામાં 60 એમબી અને 37 રૂપિયામાં 120 એમબી ડેટાનો ઉપયોગ કરી શકાય ચે. જોકે પેકની કિંમત સર્કલ અનુસાર નક્કી કરવામાં આવી છે. એટલે કે ગુજરાત, મહારાષ્ટ્રમાં આ પેકની કિંમત અલગ અલગ હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સુવિધા હાલમાં લેવામાં આવેલ 255 રૂપિયાથી શરૂ તમામ 4જી પેક પર ઉપલબ્ધ હશે. આ ઓફર અનુસાર 999 રૂપિયાનું પેક ખરીદનાર 4જી ગ્રાહકને 10 જીબી વધારાનો એટલે કે 20 જીબી ડેટા મળશે.
મુકેશ અંબાણીના માલિકી ધરાવતી રિલાયન્સ જિયો લોન્ચ થયા બાદથી દેશની તમામ દિગ્ગજ ટેલિકોમ કંપનીઓએ જિયોને ટક્કર આપવા માટે પોતાના ટેરિફ પ્લાન અને ડેટા કાર્ડની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. વોડાફોને પોતાના તમામ પ્રી-પેડ 4જી મોબાઈલ ગ્રાહકો માટે 255 રૂપિયાથી ઉપરના તમામ 4જી માર્કેટ ડેટા પર ડબલ ડેટા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.
આ ઓફર હાલના અને નવા તમામ 4જી ગ્રાહકોને મળશે. આ ઓફર 28 દિવસ માટે હશે. તેનાથી કંપનીના 4જી મોબાઈલ ગ્રાહકોને વધારાના ડેટાનો લાભ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -