Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Vodafoneઆ પ્લાનમાં હવે 28GBના બદલે 56GB ડેટા મળશે, જાણો શું છે શરતો
જો તમે નિર્ધારિત સમયથી વધારે વાત કરશો તો 1 પૈસા પ્રતિ સેકન્ડના દરે ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત તમે 348 રૂપિયાના પ્લાનને વોડાફોન એપ અથવા વેબસાઈટથી રિચાર્જ કરીને 5 ટકા કેશબેક મેળવી શકો છો. આમ જોઈએ તો આ પેકનો સીધો મુકાબલો એરટેલના 349 રૂપિયા વાળા પેક સાથે છે. આ રિચાર્જ પેકમાં પણ દરરોજ 2GB 4GB ડેટા, મફત વોઈસ કોલિંગ અને 28 દિવસની વેલિડિટી મળે છે. તો રિલાયન્સના 309 રૂપિયાના પેક સાથે ગ્રાહકને 49GB ડેટા 49 દિવસ માટે મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટેલીકોમ વોર ખત્મ થવાનું નામ નથી લઈ રહ્યું. એરટેલ અને રિલાયન્સ જિઓ દરરોજ નવા ટેરિફ પ્લાન લઈને આવી રહ્યું છે. એવામાં વોડાફોન પણ પાછળ ન રહેતા નવો ટેરિફ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યૂઝરને 56 જીબી ડેટા અને વોયસ કોલ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને 348 રૂપિયા કિંમત છે.
348 રૂપિયાના આ વોડાફોન પ્રીપેડ પેકની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં રોજના 2GB ડેટા મળશે. મફત વોઈસ કોલની સુવિધા મળશે. પહેલની જેમ જ ગ્રાહક વધારાના રોમિંગમાં પણ વધારાની કિંમત વિના આઉટગોઈંગ કોલ્સ કરી શકશે. જણાવી દઈએ કે અનલિમિટેડ કોલિંગની સીમા છે. યુઝર એક દિવસમાં સૌથી વધારે 250 મિનિટ સુધી મફ્તમાં કોલિંગ કરી શકશે. અને અઠવાડિયામાં 1000 મિનિટ સુધી કોલિંગ કરી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -