જિઓને ટક્કર આપવા માટે Vodafone ફ્રીમાં આપશે 9GB 4G ડેટા, જાણો કોને મળશે આ ઓફરનો લાભ
રિલાયન્સ જિઓ પોતાના પ્રાઈમ સબ્સક્રાઈબર્સ માટે ધન ધના ધન ઓફર લઈને આવી છે. તેના માટે તમણે 309 રૂપિયાથી રિચાર્જ કરાવવાનું રહેશે ત્યાહ બાદ 84 દિવસ સુધી 84 જીબી ડેટા મળશે.
વોડાફોને કહ્યું કે, 20 કરોડ ઉપભોક્તા હોવા પર અમે અમારા યૂઝર્સને ફ્રી ડેટા ગીફ્ટમાં આપી રહ્યા છીએ. મીડિયા અહેવાલ અનુસાર, કંપની કેટલાક પસંદગીના ગ્રાહકોને 3 મહિના સુધી 9જીબી ફ્રી ડેટા આપી રહી છે. જેનો મતલબ એ થયો કે યૂઝર્સને એક મહિનામાં 3જીબી ડેટા આપવામાં આવશે. આ ઓફર માત્ર પોસ્ટપેઈડ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. તેની સાથે જ તેના માટે યૂઝર્સે કોઈ પણ પ્રકારનો અલગથી ચાર્જ નહીં ચૂકવવો પડે.
આ નવી ઓફર અંતર્ગત વોડાફોન પોતાના એવા ગ્રાહકોને 4જીબી 4જી ડેટ ફ્રીમાં આપશે જે સુપરનેટ 4જી સિમમાં અપગ્રેડ કરશે. હાલમાં જ કંપનીએ વધુ એક પ્લાન લોન્ચ કર્યો છે. આ ઓફરમાં કંપની પોતાના યૂઝર્સને 9જીબી ફ્રી ડેટા આપી રહી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની ધન ધના ધન ઓફરને ટક્કર આપવા માટે લગભગ તમામ ભારતીય ટેલિકોમ કંપનીઓ અનેક ઓફર્સ દ્વારા ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં લાગી છે. આ જ ક્રમમાં દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોને પોતાના યૂઝર્સ માટે એક આકર્ષક ઓફર લાવ્યું છે.