1 ફેબ્રુઆરીથી FREEમાં જોઈ શકશો TV ચેનલ, TRAIના આદેશ બાદ કેબલ ઓપરેટરોએ પૂરી કરવી પડશે આ શરતો
નવી દિલ્હી: ફેબ્રુઆરીમાં તમને એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ફ્રીમાં ટીવી ચેનલ જોવાની તક મળી શકે છે. કેબલ ટીવી ડીટીએચ કેબલ ઓપરેટર્સને લઈને TRAI સખ્ત આદેશ આપ્યા છે. જો આ આદેશનું પાલન નહી કરવામાં આવે તો ગ્રાહકોને કોઈપણ ચાર્જ લીધા વગર સર્વિસ આપવી પડશે. TRAIના નવા આદેશ બાદ તમને ન માત્ર પસંદની ચેનલ જોવા મળશે પરંતુ સર્વિસ ડાઉન રહેવા પર તમને ફ્રી સર્વિસનો પણ લાભ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1 ફેબ્રુઆરીથી નવો નિયમ લાગુ થયા પછી તમે તમારી પસંદની ચેનલ પસંદ કરી શકશો. તમારે ફક્ત તે જ ચેનલ્સ માટે ચૂકવણી કરવી પડશે. આ પછી દરેક ચેનલમાં એક ફિક્સ રેટ હશે. 1 ફેબ્રુઆરીથી 130 રૂપિયા સાથે જીએસટીમાં તમે 100 સ્ટાન્ડર્ડ ડેફિનેશન ચેનલો જોઈ શકશો. આ પછી તમે જે પણ ચેનલ પસંદ કરો છો તેના માટે તમારે અલગથી ચુકવણી કરવી પડશે.
TRAI ઘોષણા કરી છે કે જો ટીવી કનેક્શનમાં તકલીફ આવી રહી છે અને ગ્રાહક દ્વારા ફરિયાદ ફાઇલ કરાવ્યા પછી જો કેબલ ઓપરેટર અથવા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર ફરિયાદોને 72 કલાકમાં રીપેર ન કરી શકે તો તેમને ગ્રાહકને ફ્રીમાં સર્વિસ આપવી પડશે. હવે પછી કેબલ ઓપરેટરો અને ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર્સ ફરિયાદો વિશે લાપરવાહ રહેશે નહીં.
TRAI ના નવા આદેશ મુજબ જો તમારી કેબલ સર્વિસ ડાઉન થઇ છે અને તમારી ફરીયાદ કર્યા પછી પણ જો 72 કલાકમાં તમારી સર્વિસ યોગ્ય રીતે ન થઇ હોય તો ગ્રાહકને સર્વિસ ફ્રી મળશે. આનો અર્થ એ કે કેબલ ઓપરેટર અથવા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર કંપની જો 72 કલાકમાં તમારી સર્વિસ પુરી નહિ કરે તો તે તમારી પાસેથી કોઈપણ ફી ચાર્જ નહીં લઇ શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -