‘હલવા સેરેમની’ સાથે બજેટ 2019ના છાપકામનું કામ શરૂ, 100 કર્મચારી 10 દિવસ સુધી પુરાઈ રહેશે
આમાંથી કોઈ પોતાના ફોનનો ઉપયોગ બહારની દુનિયા સાથે સંપર્ક કરવા કરી શકતા નથી. ફક્ત એક લેન્ડલાઈન આપવામાં આવેલી હોય છે, જેના પર ઈનકમિંગ કોલની સુવિધા આપવામા આવેલી હોય છે. અહીં હાજર લોકો માટે ડૉક્ટરોની એક ટીમ હંમેશા હાજર હોય છે. ઈન્ટરનેટ કનેક્શન કાપી લેવામાં આવે છે અને મોબાઈલ નેટવર્કને જામરથી જામ કરી દેવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહલવા સેરેમની બાદ બજેટ (Budget 2019) સાથે જોડાયેલા જેટલા પણ અધિકારીઓ અને મંત્રીઓ છે તે નાણા મંત્રાલય ખાતે બંધ થઈ જાય છે. બજેટ રજૂ થાય ત્યાં સુધી તેમાંથી કોઈને પણ બહાર આવવાની મનાઈ હોય છે. ત્યાં સુધીકે તેઓ પોતાના પરિવાર સાથે પણ સંપર્ક સાધી શકતા નથી. તેમને નોર્થ બ્લોકમાં બનેલ પ્રીન્ટિંગ પ્રેસમાં આવનારા કેટલાક દિવસો સુધી 100 કર્મચારીઓને રાખવામાં આવશે.
નવી દિલ્હીઃ બજેટમાં હલવા સેરેમનીનું ખાસ મહત્ત્વ હોય છે. નાણાં મંત્રાલયમાં આજે હલવા સેરેમનીની સાથે જ બજેટના છાપકામનું કામ શરૂ થઈ ગયું છે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે. આ સેરેમનીને બજેટ સત્ર શરૂ થતા પહેલા કરવામાં આવે છે. હલવા સેરેમની નાણાં મંત્રાલયની નોર્થ બ્લોક ઓફિસમાં થઈ. તેમાં નાણાં રાજ્ય મંત્રી શિવ પ્રસાદ શુક્લા, આર્થિક મામલાના સચિવ સુભાષ ગર્ગ અને રોડ, ટ્રાન્સપોર્ટ હાઈવે રાજ્ય મંત્રી પી રાધાકૃષ્ણનન હાજર રહ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -