WhatsApp કરવા માગે છે ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં પ્રવેશ, ભારતથી કરશે શરૂઆત
વોટ્સએપે પોતાની વેબસાઈટ પર ડિજીટલ ટ્રાંઝેક્શન લિડ રોલ માટેની જાહેરાત મૂકી છે. ભારતમાં વોટ્સએપના 20 કરોડ યૂઝર્સ છે અને આ ગણતરીથી વોટ્સએપ માટે ભારત સૌથી મોટુ બજાર છે.
મુંબઈઃ ફેસબુક ઇંકની માલિકી ધરાવતી ઇન્સટ્નટ્ મેસેજિંગ એપ WhatsApp ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસની શરૂઆત કરવા માગે છે. સમગ્ર વિશ્વમાં આ સર્વિસની શરૂાત ભારતથી થશે. તેના માટે વ્હોટ્સએપે ડિજિટલ ટ્રાન્ઝેક્શન લીડ રોલ માટે યોગ્ય ઉમેદવારની શોધ માટે જાહેરાત આપી છે.
ન્યૂઝ વેબસાઈટ Kenના અહેવાલ મુજબ વોટ્સએપ ભારતમાં પર્સન-ટુ-પર્સન પેમેંટ ટ્રાન્ઝેક્શન પર કામ કરી છે. જે આવતા છ મહિનામાં લોન્ચ થઈ શકે છે. વોટ્સએપની વેબસાઈટ પર કરિયર્સ માટે આપવામાં આવેલી એક જાહેરાતમાં કહેવાયું છે કે કંપનીને એક ટેકનિકલ અને ફાયનાન્શિયલ બેકગ્રાઉંડ ધરાવતા ઉમેદવાર જોઈએ છે.
સાથે જ તેઓ ભારતના યુનિફાઈડ પેમેંટ ઈંટરફેસ (યુપીઆઈ) અને ભીમ પેમેંટ એપની સમજ ધરાવતા હોવા જોઈએ. આ પેમેંટ સર્વિસથી મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પૈસાની લેવડ-દેવડ થાય છે. ભારત માટે કંપનીને પોતાના ડિજીટલ ટ્રાંઝેક્શન લીડની જરૂર છે.
હાલમાં સ્વીડનની કમ્યુનિકેશન એપ ટ્રુકોલરે દેશમાં યુપીઆઈ પ્લેટફોર્મ આધારિત એક મોબાઈલ પેમેંટ સર્વિસ લૉંચ કરી છે.
ભારતમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આઠ નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી હતી. પછી દેશમાં ડિજીટલને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જે પછી ભારત સરકારે યુપીઆઈઅને ભીમ એપ બનાવી છે.