WhatsApp થી થઈ શકશે પેમેંટ, જાણો ભારતમાં ક્યારથી થઈ શરૂ થઈ શકે સર્વિસ
હાલમાં સ્વીડનની કમ્યુનિકેશન એપ ટ્રુકોલરે દેશમાં યુપીઆઈ પ્લેટફોર્મ આધારિત એક મોબાઈલ પેમેંટ સર્વિસ લૉંચ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ઈંસટંટ મેસેજિંગ એપ વોટ્સએપ પણ હવે ભારતમાં ડિજીટલ પેમેંટની સર્વિસ લાવવા જઈ રહ્યું છે. ફેસબુક અને વોટ્સએપ જલદી જ યુપીઆઈ બેઝ્ડ પેમેંટ સિસ્ટમની સુવિધા આપી શકે છે. વોટ્સએપે પોતાની વેબસાઈટ પર ડિજીટલ ટ્રાંઝેક્શન લિડ રોલ માટેની જાહેરાત પણ મૂકી છે. ભારતમાં વોટ્સએપના 20 કરોડ યૂઝર્સ છે અને આ ગણતરીથી વોટ્સએપ માટે ભારત સૌથી મોટુ બજાર છે.
ન્યૂઝ વેબસાઈટ Ken ના અહેવાલ મુજબ વોટ્સએપ ભારતમાં પર્સન-ટુ-પર્સન પેમેંટ ટ્રાંઝેક્શન પર કામ કરી છે. જે આવતા છ મહિનામાં લૉંચ થઈ શકે છે.
વોટ્સએપની વેબસાઈટ પર કરિયર્સ માટે આપવામાં આવેલી એક જાહેરાતમાં કહેવાયું છે કે કંપનીને એક ટેકનિકલ અને ફાયનાંશિયલ બેકગ્રાઉંડ ધરાવતા ઉમેદવાર જોઈએ છે. સાથે જ તેઓ ભારતના યુનિફાઈડ પેમેંટ ઈંટરફેસ (યુપીઆઈ) અને ભીમ પેમેંટ એપની સમજ ધરાવતા હોવા જોઈએ. આ પેમેંટ સર્વિસથી મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પૈસાની લેવડ-દેવડ થાય છે. ભારત માટે કંપનીને પોતાના ડિજીટલ ટ્રાંઝેક્શન લીડની જરૂર છે.
ભારતમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આઠ નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી હતી. પછી દેશમાં ડિજીટલને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જે પછી ભારત સરકારે યુપીઆઈઅને ભીમ એપ બનાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -