GST હેઠળ લાવ્યા બાદ પણ સસ્તા નહીં થાય પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે કારણ
નાણાં સચિવે આશા વ્યક્ત કરી કે આવતા નાણાંકીય વર્ષ એટલે કે માર્ચ 2019માં રાજસ્વ મળવા પર જીએસટીથી થનારી કમાણીનો અંદાજો થવા પર જ આ કરવું શક્ય બનશે. જીએસટી કાઉન્સિલ હવે પછીની બેઠકમાં પણ પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર થઈ શકે છે.
એબીપી ન્યૂઝના ખાસ કાર્યક્રમ બજેટ સમ્મેલનમાં ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરીને પેટ્રોલ-ડીઝલ વિશે પૂછવામાં આવ્યો તે તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર સહમત ન હોવાને કારણે પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ ન સમાવવામાં આવ્યા. પરંતુ નાણાં સચિવ હસમુખ અઢિયાએ સ્પષ્ટતા કરી કે આવક કેન્દ્ર અને રાજ્ય બન્ને માટે જરૂરી છે માટે 28 ટકા જીએસટી લગાવીને પેટ્રોલ-ડીઝલ વેચવા શક્ય છે.
નવી દિલ્હીઃ આ વખતે બજેટમાં પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની ચર્ચા હતી. બજેટમાં તો જાહેરાત ન થઈ પરંતુ લોકોને એવું લાગતું હતું કે જો જીએસટી હેઠળ પેટ્રોલ-ડીઝલ આવી જાય તો તે સસ્તા થઈ જશે. હવે સરકારે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે જીએસટી હેઠળ જો પેટ્રોલ-ડીઝલ આવી પણ જાય તો પણ તમને તે સસ્તામાં નહીં મળે.
હાલમાં ડીલરનો નફો જોડીને કુલ 38.08 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ પડે છે. તેના પર કેન્દ્ર સરકાર 19.48 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી અને દિલ્હી સરકાર 15.54 રૂપિયા પ્રતિ લિટર વેટ (રાજ્ય પ્રમાણે વેટનો દર અલગ અલગ હોય છે.) વસુલે છે. જો આ બન્ને ટેક્સ દૂર કરીને જીએસટીનો સૌથી ઊંચો દર 28 ટકા લગાવવામાં આવે તો પેટ્રોલ સમગ્ર દેશમાં 48.74 રૂપિયામાં મળે.