આ દિવસે 4 રૂપિયામાં વેચાશે Xiaomiનાં TV અને સ્માર્ટફોન, જાણો શું છે બંપર ઓફર
12PM Blockbusters ઓફરમાં 10થી 12 જુલાઈની વચ્ચે બપોરે 12 કલાકની વચ્ચે સેલનું આયોજન થશે. આ સેલ અંતર્ગત યૂઝર્સ એમઆઈ એલઈડી સ્માર્ટ ટીવીને 13999 રૂપિયા અને રેડમી નોટ 5 પ્રોને 14999 રૂપિયામાં ખરીદી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત રેડમી નોટ 5 અને વીઆર પ્લે કોમ્બો 9999 રૂપિયામાં ખરીદી શકાશે જ્યારે રેડમી વાય1 અને મી બ્લૂટૂથ હેડસેટ 8999 રૂપિયામાં ખરીદી શકાશે. મી એર પ્યૂરિફાયર 2 અને ફિલ્ટરને 11498 રૂપિયાની જગ્યાએ 8999 રૂપિયામાં ખરીદી શકાશે.
અન્ય ઓફરની વાત કરીએ તો 10 જુલાઈથી 12ની વચ્ચે સાંજે 6 કલાકે કોમ્બો ઓફર મળશે. જેમા ગ્રાહક મી બોડી કમ્પોઝિન સ્કેલ અને મી બેન્ડ 2ને 3798 રૂપિયાની જગ્યાએ 1999 રૂપિયામાં ખરીદી શકશે. આ ઓફર લિમિટેડ યૂનિટ્સ પુરતી મર્યાદિત હશે.
ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને કેશબેક માટે Xiaomiએ SBI, Paytm અને MobiKwik સાથે ભાગીદારી કરી છે. સેલ દરમિયાન SBI ક્રેડિટ કાર્ડથી ઓછામાં ઓછી 7500ની ખરીદી પર ગ્રાહકોને 500 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ રીતે Paytmથી ઓછામાં ઓછી 8,999 રૂપિયાની ખરીદી પર ફ્લેટ 500 રૂપિયાનું કેશબેક મળશે. MobiKwikથી ખરીદી કરવા પર 25 ટકા સુધી સુપરકેશ ગ્રાહકોને આપવામાં આવશે.
આ સેલમાં 9 જુલાઇ બપોરે 12 વાગ્યાથી Mi મેમ્બર્સને સ્પેશલ એક્સેસ આપવામાં આવશે. આ સેલ અંતર્ગત કંપની 4 રૂપિયામાં ફ્લેશ સેલનું આયોજન કરશે. જેમાં ગ્રાહકને Mi LED Smart TV 4 (55-ઇંચ), Redmi Y2, Redmi Note 5 Pro અને Mi Band 2ને ફક્ત 4 રૂપિયામાં ખરીદી શકશે. સાથે જ આ દરમિયાન Mi Mix 2 અને Mi Max 2 જેવા સ્માર્ટ ફોન્સ પર પણ ગ્રાહકોને છૂટ મળશે. કંપની તેમનાં 4 રૂપિયાવાળા ફ્લેશ સેલનું આયોજન 10 જુલાઇથી 12 જુલાઇ સુધી દરરોજ Mi.com પર સાંજે 4 વાગે કરશે.
નવી દિલ્હીઃ Xiaomiએ પોતાની એનિવર્સરી સેલની જાહેરાત કરી દીધી છે. ચીનની કંપની ભારતમાં પોતાની ચોથી એનિવર્સરીના અવસર પર Xiaomi Mi 4th Anniversary Sale આયોજિત કરી રહી છે. શાઓમીનું આ સેલ 10 જુલાઈથી શરૂ થશે અને ત્રણ દિવસ એટલે કે 12 જુલાઈ સુધી ચાલશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -