આ બેંક લાવશે એવું ATM, જેમાં ટ્રાંજેક્શન માટે કાર્ડ અને પિનની નહીં પડે જરૂર
નિયરબાય ટેક્નોલોજીસના સંસ્થાપક આનંદકુમાર બજાજે કહ્યું કે આ સેવાની સાથે અમારો ઉદ્દેશ્ય ચૂકવણી માટે સુવિધા આપવાનું છે. યસ બેન્કના મુખ્ય ડિજિટલ અધિકારી રિતેશ પાઈએ કહ્યું કે આ ગઠજોડ દ્વારા અમે ઓછી રોકડ અર્થવ્યવસ્થાના સપનાને પૂરા કરવા માગીએ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયસ બેન્કે પોતાના નિવદેનમાં જણાવ્યું કે, પેનિયરબાય મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ સ્માર્ટફોન પર કરી શકાશે. તેમાં રિટેલર ગ્રાહકો માટે આધાર એટીએમ-આધાર બેન્ક શાખા તરીકે કામ કરશે અને પૈસા જમા કરવા કે ઉપાડવાની સુવિધા અપાશે.
આધાર નંબર અને ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરીને ગ્રાહક ટ્રાંઝેક્શન કરી શકશે. નિયરબાયે આધાર સેવાઓની જાગૃતતા તથા તેને લોકપ્રિય બનાવવા માટે રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યા છે. તે કરાર હેઠળ ગ્રાહકોને જાગૃત કરવામાં આવશે.
યસ બેન્કે અને નિયરબાય ટેક્નોલોજીસએ આ સેવાને શરૂ કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોરપોરેશન ઓફ ઈન્ડિયા સાથે કામ કર્યું છે. પેનિયરબાય આધાર એટીએમ યસ બેન્ક અને બિઝનેસ કોરસ્પોન્ડેડ દ્વારા ઉપલબ્ધ કરાશે. આ નેટવર્કમાં 40 હજાર ટચ પોઈન્ટ રહેશે.
નવી દિલ્લી: એટીએમમાંથી ટ્રાંઝેક્શન કરવા માટે આપણને એટીએમ કાર્ડ અને પિન કોડની જરૂર હોય છે. પરંતુ હવે ટૂંક સમયમાં એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે એટીએમ કાર્ડ કે પિનની જરૂર નહીં પડે, જી હા, યસ બેન્ક એક એવું એટીએમ લાવી રહ્યું છે જેમાં કાર્ડ અને પિનની જરૂર નહીં પડે. ખાનગી ક્ષેત્રના યસ બેન્કે ફિનટેક ક્ષેત્રની સ્ટાર્ટઅપ નિયરબાય ટેક્નોલોજીસ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ નિયરબાય ટેક બેન્કને આધાર આધારિત એવા એટીએમ ઉપલબ્ધ કરાવશે, જેમાં કાર્ડ કે પિનની જરૂર નહીં પડે. ગ્રાહક રિટેલરો પાસે પૈસા જમાં કરી શકશે અને ઉપાડી પણ શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -