Crime News: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક બારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ હુમલામાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, જોહાનિસબર્ગના સોવેટો ટાઉનશીપમાં એક બારમાં ગોળીબાર થયો હતો.


 






પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. અહીં કેટલાક લોકોનું એક જૂથ મિનિબસ ટેક્સીમાં આવ્યું અને બારના ગાર્ડ્સ પર ગોળીબાર કર્યો. ગૌતેંગ પ્રાંતના પોલીસ કમિશનર લેફ્ટનન્ટ જનરલ ઇલિયાસ માવેલાના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી મળી આવેલા કારતુસની સંખ્યા પણ દર્શાવે છે કે ફાયરિંગમાં એકથી વધુ લોકો સામેલ હતા.


ત્રણ ગંભીર રીતે ઘાયલ અને અન્ય એક વ્યક્તિને ક્રિસ હની બરાગવનથ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પોલીસ અધિકારી માવેલાએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે, આ લોકો અહીં, યોગ્ય કલાકોમાં કાર્યરત લાઇસન્સવાળી ટેવર્નમાં આનંદ માણી રહ્યા હતા. જે બારમાં ફાયરિંગ થયું તે લાઇસન્સવાળું છે. ઘટના સમયે અહીં ઘણા લોકો હાજર હતા. અચાનક હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આરોપીઓએ ફાયરિંગ કરવા પાછળનો હેતુ શું હતો.


આ પણ વાંચો...


બૉલીવુડના વિલનની દીકરી છે હીરોઇનોથી પણ હૉટ, ફિલ્મોથી દુર રહીને કરે છે આ કામ, જુઓ તેની બૉલ્ડનેસ


VADODARA : ફાયર ઓફિસરની “પતિ, પત્ની ઓર વો”ની કહાની, પરણિત હોવા છતાં અન્ય યુવતી પર અનેક વાર દુષ્કર્મ આચાર્યાના ગંભીર આક્ષેપો


Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ


લગ્નના થોડા દિવસ બાદ જ આ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી, જાણો શું થયું હતું