મુંબઇઃ બૉલીવુડમાં હાલમાં સ્ટારકિડ્સની એન્ટ્રીની ખુબ ચર્ચા છે. મોટાભાગની હીરો-હીરોઇનના દીકરા અને દીકરીઓ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે, પરંતુ આ બધાથી કેટલાક સ્ટાર એવા પણ છે જે ફિલ્મોથી દુર છે અને પોતાની સુંદરતાથી બધાને ચોંકાવી રહ્યાં છે. આ કડીમાં નામ ફિલ્મી દુનિયામાં વિલેન તરીકે જાણીતા રંજીતની દીકરીનુ પણ આવે છે. વિલન રંજીતની દીકરીનુ નામ છે દિવ્યાંકા, દિવ્યાંકા ખુબ જ સુંદર અને સેક્સી છે. તે સુંદરતાના મામલે હીરોઇનોને પણ પાછળ પાડી દે છે, આ વાતનો પુરાવો તેનુ ઇન્સ્ટાગ્રામ છે.


રંજીતની દીકરી દિવ્યાંકા ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તે ફેશન ડિઝાઇનર અને જ્વેલરી ડિઝાઇનર છે, તે કેટલાય સેલેબ્સ માટે ડિઝાઇન પણ કરે છે. એક સમય હતો જ્યારે રંજીતના નામથી જ લોકો ડરી જતા હતા, પરંતુ રિયલ લાઇફમાં રંજીત ખુબ કૂલ ડેડી છે. દિવ્યાંકા પોતાના લૂક પર ખુબ ધ્યાન આપે છે. તે એક ફિટનેસ ફ્રિક છે. ફિટનેસ માટે દિવ્યાંકા પોતાના ડાયેટનું પ્રૉપર ધ્યાન રાખે છે.






દિવ્યાંકાની માંનુ નામ અલોકા બેદી છે, આ તસવીરમાં તે જલેબીની સાથે જ્યૂસ ડ્રિન્કની મજા લઇ રહી છે.દિવ્યાંકા પોતાના પિતા રંજીત અને માં અલોકા બેદીની તસવીરો પણ શેર કરતી રહે છે. આ તસવીરમાં બન્ને મસ્તી કરતા દેખાઇ રહ્યાં છે.






દિવ્યાંકા બેદીનુ નિકનેમ ગિગી છે, દિવ્યાંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પણ પોતાના નિક નેમથી બનાવ્યુ  છે. તેને બધા પ્રેમથી ઘરમાં ગિગી કહીને જ બોલાવે છે.આ તસવીરોમાં દિવ્યાંકા પોતાની માંની સાથે મસ્તી કરીને ખુબ ખુશ દેખાઇ રહી છે. આ તસવીરમાં દિવ્યાંકાએ પિન્ક કલરની બિકીની પહેરેલી છે, જેમાં તે ખુબ હૉટ અને સેક્સી લાગી રહી છે.