સુરત : સુરત શહેરમાં ક્રાઈમની એક ઘટના સામે આવી છે. જેમાં ATM કાર્ડ બદલી ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં એટીએમમાં મદદ કરવા આવતા લોકોથી સાવધાન રહેવાની જરુર છે. એટીએમમાં તમને મદદ કરવાનું કહી ATM કાર્ડ બદલીને ગઠીયાઓ પૈસા ઉપાડી લે છે. હાલ તો પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઉધના પોલીસે 30 જેટલા ATM કાર્ડ સાથે આ બે ભેજાબાજોની ધરપકડ કરી છે.
આરોપી શખ્સ પિન નંબર જાણી લીધા બાદ કાર્ડ બદલી નાંખતા હતા. અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે ભોલાસિંહની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ છેતરપિંડીથી મેળવેલા પૈસાથી મોજશોખ પૂરા કરતા હતા. ડિંડોલી અને પાંડેસરામાં થયેલા ગુનાનો પોલીસ દ્વારા ભેદ ઉકેલાયો છે. પોલીસે દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને ભેજાબાજની વધુ પૂછપરછ બાદ મોટી રકમની ઠગાઈ સામે આવવાનો અંદાજ છે.
સુરત સહિત જિલ્લામાં ATMમાં રૂપિયા ઉપાડવા આવતા એટીએમ કાર્ડધારકો પાસેથી મદદ કરવાના બહાને પિન નંબર મેળવ્યા બાદ નજર ચૂકવી ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરીતોની ઉધના પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં હાલ ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય ગુના ઉકેલાવાની શકયતાના પગલે પોલીસે બંને આરોપીઓના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ATMમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. ATMમાં રૂપિયા ઉપાડવા આવતા કાર્ડધારકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી મદદ કરવાના બહાને નજર ચૂકવી ATM કાર્ડ બદલી નાખવામાં આવતા હતા. જ્યાં બાદમાં તે એટીએમ કાર્ડથી અન્ય સ્થળે જઈ એટીએમમાંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા. આવી જ એક ગેંગને ઝડપી પાડવામાં ઉધના પોલીસને સફળતા મળી છે. જે ગેંગ છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી મોંઘીદાટ મોબાઈલ અને બર્ગમેન મોપેડની ખરીદી કરી પોતાના મોજશોખ પુરા કરતા હતા.
ઉધના પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ગેંગના બંને શખ્સો પાસેથી અલગ-અલગ બેંકના 30 જેટલા ATMકાર્ડ મળી આવ્યા છે. જે શહેર સહિત જિલ્લાના અલગ-અલગ બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો જોડે છેતરપિંડી આચરી મેળવ્યા હોવાની હકીકત સામે આવી છે. ઉધના પોલીસના જણાવ્ અનુસાર, ATMમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાના બહાને ATM કાર્ડને બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે શખ્સોની ધરપકડ કરવામાં ઉધના પોલીસને સફળતા મળી છે. ઉધના પોલીસે 30 જેટલા એટીએમ કાર્ડ સાથે બંને શખ્સો પાસેથી કબજે કર્યા છે.આરોપીઓની પુછપરછમાં એટીએમ કાર્ડ ધારક પાસેથી પિન નંબર જાણી લીધા બાદ મદદના બહાને એટીએમ કાર્ડ નજર ચૂકવી બદલી નાખતા હતા. આરોપી અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે ભોલાસિંગની પૂછપરછ બે ગુનાઓના ભેદ ઉકેલાઇ ગયા છે.જેમાં ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે.
આરોપીઓની પુછપરછમાં છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી નવી નકોર મોપેડ અને મોંઘાદાટ મોબાઈલની ખરીદી કરતા હતા. આરોપીઓ પાસેથી બે મોંઘાદાટ મોબાઈલ અને એક મોપેડ પણ કબ્જે કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મોજશોખ પુરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉધના,ડીંડોલી,પાંડેસરા, પલસાણા સહિતના જિલ્લાઓમાં પણ આ પ્રકારે અનેક ગુના આચરી ચુક્યા છે.