ભાવનગરઃ શહેરના ફૂલસર વિસ્તારમાં માનેલી બહેનની છેડતી મુદ્દે ઠપકો આપનાર યુવકની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ હત્યા કેસમાં પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે હજુ ત્રણ વ્યક્તિ ફરાર છે. આ શખ્સોએ 22 વર્ષીય મયુર મકવાણા નામના યુવકની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી છે.
શહેરના ફુલસર પાસે જૂના જકાતનાકા પાસે બે સગા ભાઇઓ પર 3 થી 4 શખ્સોએ ઠપકો આપ્યાનો ખાર રાખીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા 22 વર્ષીય મયુરનું મોત નીપજ્યું છે. જ્યારે તેના ભાઈ ઉમેશ મકવાણાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ થતા ડી ડીવીઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
અગાઉ મૃતકના મિત્રની બહેનની છેડતી બાબતે આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. જેની દાઝ રાખી આરોપીઓએ મૃતક પર હુમલો કર્યો હતો. યુવતીની છેડતી કરનાર આરોપી વિશાલ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ભાવનગરઃ કઈ યુવતીની છેડતી મુદ્દે યુવકને મયુરે આપ્યો ઠપકો? પછી જે થયું તે જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jan 2021 10:14 AM (IST)
શહેરના ફુલસર પાસે જૂના જકાતનાકા પાસે બે સગા ભાઇઓ પર 3 થી 4 શખ્સોએ ઠપકો આપ્યાનો ખાર રાખીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા 22 વર્ષીય મયુરનું મોત નીપજ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -