નિર્ભયા કાંડના 5 વર્ષ બાદ દિલ્હી કેટલું છે સુરક્ષિત?
નોયડામાં કામ કરતી હરિયાણાની સુમિતા ગિરોત્રા દિલ્હીના પોશ વિસ્તારમાં રહે છે. તે કહે છે કે ધોળા દિવસે મહિલાઓ સાથે છેડતીના ખબર વિચિત્ર લાગે છે પરંતુ દિલ્હીમાં આ સામાન્ય વાત છે. હું પણ ઘણી વખત તેનો શિકાર બનીછું. આ માનસિકતા દરેક જગ્યાએ છે પરંતુ દિલ્હીની સ્થિતિ વધારે ખરાબ છે. હું દેશના અન્ય રાજ્યોમાં પણ ફરી છું પરંતુ મેં ત્યાં મારી જાતને અસુરક્ષિત નથી અનુભવી. કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે દિલ્હીમાં કાનૂન-વ્યવસ્થા સંભાળવાની જવાબદારી કેન્દ્ર સરકાર પર છે પરંતુ રાષ્ટ્રીય રાજધાનીમાં ગુના પર અંકુશ ન લગાવી શકવો દુર્ભાગ્યપૂર્ણ છે.
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રહેતી અને કામ કરતી મહિલાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના મહિલા સુરક્ષાના દાવાથી વિપરીત ખુદને અહીંયા સુરક્ષિત માનતી નથી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના 2016-17ના આંકડા મુજબ, દિલ્હીમાં ગુનાનો સર્વોચ્ચ દર 160.4 ટકા રહ્યો છે, જ્યારે આ દરમિયાન ગુનાની રાષ્ટ્રીય સરેરાશ 55.2 ટકા છે. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં રેપના આશરે 40 ટકા કેસ નોંધાયા છે.
નવી દિલ્હીઃ દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા કાંડને હજુ સુધી દિલ્હીવાસીઓ ભૂલ્યા નથી. 16 ડિસેમ્બર, 2012ની રાતે 23 વર્ષીય નિર્ભયાની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. નિર્ભયાએ મોત સામે 13 દિવસ સુધી ઝઝૂમીને સિંગાપોરમાં દમ તોડ્યો હતો. આ ભયાનક દુર્ઘટના બાદ દેશની રાજધાની દિલ્હી રેપની રાજધાની તરીકે ઓળખાવા લાગી. નિર્ભયા કાંડના 5 વર્ષ બાદ રાષ્ટ્રીય રાજધાની મહિલાઓ માટે સુરક્ષિત નથી.