Crime News: અમદાવાદમાં સગીરા સાથે બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આશરે 22 વર્ષના યુવકે 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરાએ પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ પરીવારને કરી, ત્યાર બાદ પરિવારના સભ્યો તેમને હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, તપાસ બાદ  ડોક્ટરની વાત સાંભળીને પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ડોક્ટરે જણાવ્યું કે, સગીરાને 8 માસનો ગર્ભ છે. જે બાદ તાત્કાલિક પરિવારે વટવા પોલીસ મથકે આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.


વિધર્મી યુવકે દુકાનમાં બોલાવી સગીરાના ફોટા પાડ્યા


મોરબીમાં વિધર્મી યુવકે સગીરાને ફસાવીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી જાણકારી અનુસાર, મોરબીમાં એક વિધર્મી યુવકે સગીરાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી યુવકે  સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં લીવરપુલ કાપડની દુકાનમાં બોલાવી ફોટા પાડ્યા હતા. બાદમાં આરોપીએ ફોટા વાયરલ કરવાની અને માતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહી આરોપી સગીરાને ફૂડ એન્ડ જોય કાફે બોક્સમાં લઇ ગયો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ આરોપીએ સગીરાને રમઝાન માસમાં સ્નેપ ચેટમાં કોલ કરી રોઝા રાખવા પણ ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીરાએ સમગ્ર ઘટના માતાને કહેતા આરોપી મુસ્તુફા દલવાણી સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.


ભાવનગરમાં સામાન્ય બોલાચાલીમાં પિતાએ પુત્રને ઉતાર્યો મોતને ઘાટ


 ભાવનગરના સિહોર તાલુકાના સણોસરા ગામે સાવકા પિતાએ જુવાન જોધ દીકરાની હત્યા કરી નાખી છે. સામાન્ય બાબતે બોલાચાલી થતા ઉગ્ર થયેલા સાવકા પિતાએ આવેશમાં આવી કિશન હાવળિયા નામના દિકરાની માથામાં બોથડ પદાર્થ વડે જીવલેણ ઉમલો કરી હત્યા કરી નાખી છે. આ ઘટનાને લઈ જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, ભાવનગરના શિહોર તાલુકામાં આવેલ સણોસરા ગામે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં મનસુખ હાવળિયા નામના સાવકા પિતાએ તેના પુત્રને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઉમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેનું બે દિવસ પહેલા સિહોર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બાદ વધું સારવાર માટે ભાવનગર સીવીલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. મારીમારીની ઘટના હત્યામાં પરિણમતા સોનગઢ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી છે.


નવસારીમાં ઓનર કિલીંગની આશંકા?


નવસારીના ઓનર કિલિંગની આશંકાના કેસમાં આજે મૃતક યુવતીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.  પ્રેમી બ્રિજેશ પટેલની ફરિયાદ બાદ સુરત રેન્જ આઈજીએ પોલીસને તપાસના આદેશ કરતા મંગળવારના પોલીસે કલથાણના કબ્રસ્તાનમાંથી પંચોની હાજરીમાં યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યાંથી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાત્રીના સુરત લવાયો હતો. આજે નિષ્ણાંતોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. હાલ જલાલપોર પોલીસમાં જાણવાજોગ નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. નવસારીમાં યુવતીના મોતના રહસ્ય પરથી આજે પડદો ઉઠશે.