પાટણઃ સિદ્ધપુરના ખોલવાડા ગામે પરણીત યુવતીની એકલતાનો લાભ લઈ યુવકે યુવતીના કપડા ફાડી નાંખી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં આખા ગામમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે, ગત સોમવારે 23 વર્ષીય પરિણીત યુવતી ઘરમાં પોતાની બે વર્ષની દીકરી સાથે એકલી હતી, તે સમયે રાજસ્થાનનો ઓમપ્રકાશ મુરલીધર ચૌધરી નામનો યુવક મકાન ભાડે રાખવું છે, તેમ કહીને વાતચીત કરવા લાગ્યો હતો. દરમિયાન તેને પીવા માટે પાણી માંગતા યુવતી રસોડામાં પાણી લેવા ગઈ હતી. આમ, પરિણીતા એકલી જણાતા જ યુવકે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને યુવતીને પાછળથી પકડી તેના કપડા ફાડી નાંખ્યા હતા અને તેની સાથે પરાણે શરીર સુખ માણ્યું હતું.
યુવતીએ બૂમાબૂમ કરતાં પતિ-પત્નીને મારી નાંખવાની ધમકી આપી યુવક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે પરિણીતાએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતા પોલીસે આરોપીની અટકાયત કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
સિદ્ધપુરઃ ઘરમાં ઘૂસીને યુવકે અંદરથી દરવાજો બંધ કરી યુવતીને પાછળથી ભીડી લીધી બાથ, કપડા ફાડી નાંખ્યા ને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Dec 2020 04:36 PM (IST)
ગત સોમવારે 23 વર્ષીય પરિણીત યુવતી ઘરમાં પોતાની બે વર્ષની દીકરી સાથે એકલી હતી, તે સમયે રાજસ્થાનનો ઓમપ્રકાશ મુરલીધર ચૌધરી નામનો યુવક મકાન ભાડે રાખવું છે, તેમ કહીને વાતચીત કરવા લાગ્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -