CRIME NEWS: મુંદ્રાના ગુંદાલા ગામે ભેદી સંજોગોમાં મૃત મળેલી ૬૫ વર્ષિય વૃધ્ધ મહિલાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ બાવળના ઝાડમાં ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જે અંતરગત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જે બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દુષ્કર્મ અને હત્યાનો ઘટસ્ફોટ થતાં પંથકમાં આક્રોશ અને અરેરાટી મચી ગઈ છે. બુધવારે સવારે રતાડિયાની વૃધ્ધ મહિલા ગુંદાલા ગામે રામાપીર મંદિરે દર્શન કરવા આવી હતી. મંદિરે દર્શન કરીને બપોરે સાડા બારના અરસામાં વૃધ્ધ મહિલા પરત રતાડિયા જવા નીકળી ત્યારે રસ્તામાં અજાણ્યા બાઈકચાલકે વૃધ્ધાને લિફ્ટ આપી અપહરણ કર્યું હતું.


મુંદ્રાના ગુંદાલામાં બનેલ દુષ્કર્મ અને હત્યાના બનાવ માટે પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભસિંઘ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી વૃધ્ધાને ગુંદાલાની સીમમાં નિર્જન જગ્યાએ લઈ ગયો હતો અને ત્યારબાદ તેણે દુષ્કર્મ અને હત્યા જેવા જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ભુજના નારાણપર ગામે રહેતાં ૨૫ વર્ષિય સચિન નામના યુવકની મોડી રાત્રે ધરપકડ કરી હતી. 


સચિન બુધવારે બાઈક પર ફાચરીયામાં માતાજીના મંદિરે આવ્યો હતો અને પરત ફરતી વેળાએ એકલી વૃધ્ધાને લિફ્ટના બહાને બાઈક ૫૨ બેસાડી લઈ જઈ આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી પરિણીત છે પરંતુ તેની પત્ની ઘણાં સમયથી રીસામણે બેઠેલી છે. સચિને તેના ગમછાથી નાક-મોઢું દબાવીને વૃધ્ધાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઈપીકો કલમ ૩૬૩ (અપહરણ), ૩૭૬-એ (દુષ્કર્મ) અને ૩૦૨ (હત્યા) હેઠળ ગુનો દાખલ કરી ધ૨પકડ કરી છે. 


સિહોરમાં આદિલ મલિક નામના યુવકે યુવતી સાથે આચર્યું દુષ્કર્મ


ભાવનગરના સિહોર તાલુકા પંથકમાં યુવતી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી. આદિલ મલિક નામના યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. સમગ્ર ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. દુષ્કર્મ મામલે સિહોર પોલીસ સ્ટેશનમાં રેપ કેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપી આદિલ મલિકની શોધ ખોળ શરૂ કરવામાં આવી છે. હજી તો સિહોરના વરલ ગામની હત્યાના આંસુ સુકાયા નથી ત્યાં ફરી શિહોર પંથકમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ લોકોમાં રોષ જોવા મળી રહી છે. 


લગ્નની રાત્રે જ વર-કન્યાના રૂમમાંથી સંભળાઇ ચીસો


એવું કહેવાય છે કે, જ્યારે બંને રૂમની અંદર હતા અને ચીસો સંભળાવવા લાગી, દરવાજો ખોલવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો તો  ગેટ ન ખૂલતાં આખરે વ્યક્તિને બારીમાંથી અંદર મોકલવામાં આવ્યો હતો. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક હ્રદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રિસેપ્શન પહેલા વરરાજાએ દુલ્હનને ચાકુ મારીને ખુદ આત્મહત્યા કરી લીધી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હત્યા પાછળ પ્રેમ ત્રિકોણ હોવાની પણ આશંકા છે.


પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારે ટીકરાપરાના બ્રિજનગર વિસ્તારમાં રિસેપ્શન હતું. અસલમ અહેમદ અને કૈકશન બાનુએ 19 ફેબ્રુઆરીએ અહીં લગ્ન કર્યા હતા, બંનેના રિસેપ્શનની તૈયારીઓ ચાલી રહી હતી અને બંને તેની તૈયારીઓ કરી રહ્યા હતા. દુલ્હનના બ્યુટી પાર્લરમાંથી આવેલી બ્યુટિશિયને તેનો મેકઅપ પણ કરાવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, બંને એક રૂમમાં હતા, જેને તેઓએ અંદરથી બંધ કરી દીધો હતો. આ દરમિયાન વર-કન્યા વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, વર અસલમે દુલ્હન કૈકશન બાનો પર છરી મારી દીધી હતી અને પછી આત્મહત્યા કરી લીધી હતી.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ એકબીજાને ચાકુ માર્યા હશે.